________________
શ્રીમેહમુળરસ્તોત્ર.
*
૨૬૯
હેય છે, કે રખેને તે આ દ્રવ્યની પ્રાપ્તિ માટે મને મારી નાખે. સવ દેશમાં આ લોક પ્રસિદ્ધ વ્યવહાર છે. કોઈ રાજપુત્રો કે રાજાના નિકટના સંબંધીઓ અને ધનવાનોને વારસો મેળવવા ઈચ્છનારા કે મનુષ્ય રાજાનું ને ધનવાનનું મૃત્યુ લાવવા કેવા કેવા પ્રયત્નો કરે છે તે લોકોને અજ્ઞાત નથી. નીતિ: ને સ્થલે રતિઃ એવું પાઠાંતર જોવામાં આવે છે. તેનો અર્થ રીત એવો થાય છે. ૨.
હવે નિકટના સગાંવહાલાંમાંથી રાગ ત્યજી પરમતત્ત્વનું ચિંતન કરવાનો ઉપદેશ કરે છે – का ते कांता कस्ते पुत्रः, संसारोऽयमतीव विचित्रः । । कस्य त्वं कः कुत आयातस्तत्वं चिंतय यदिदं भ्रातः ॥ ३ ॥
તારી વહાલી કઈ ? તારો પુત્ર કર્યો ? આ સંસાર અત્યંત વિચિત્ર છે.] તું કોને [ છે?] કેણ છે? ને ]
ક્યાંથી આવ્યું છે? હે ભાઈ! જે આ [ તત્ત્વ છે તે ] તત્ત્વને વિચાર.
- આ જગતમાં તારી પ્યારી સ્ત્રી કઈ ? ને તારો વહાલો પુત્ર પણ કો ? આ સંસારમાં ભમતાં ભમતાં કાઈ જવ કોઈ વાર તારી સ્ત્રીરૂપ થયો હોય છે, તે વળી તે જીવ પુનઃ કોઈ વાર તારી ભારૂપ કે બહેનરૂપ પણ થયો હોય છે, આમાં તારી વહાલી સ્ત્રી કઇ ગણવી? પુત્રનું પણ તેમજ છે. કોઈ વાર કોઈ જીવ તારા પુત્રરૂપે થયો હોય છે, તો કેદી વાર તેને તે જીવે તારા પિતારૂપે કે ભાઈરૂપે પણ થો હોય છે. આમાં તારા વહાલા પુત્રના સ્વરૂપનું પણ સ્થાયીપણું કયાં રહ્યું ? આવી રીતે કર્માનુસાર સ્ત્રી જન્માંતરમાં માતા ને માતા જન્માંતરમાં સ્ત્રી થાય છે, તથા પુત્ર જન્માંતરમાં પિતા ને પિતા જન્માંતરમાં પુત્ર થાય છે. એવો આ કમવડે ભિન્ન ભિન્નરૂપે પ્રતીત