________________
૩૩૮
શ્રીરાંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
ભૂલશરીર અથવા ઇદ્રિ આત્મા નથી આવો વિચાર કરે તે વિચાર જ્ઞાનનું સાધન છે એમ કહે છે –
नाहं भूतगणो देहो नाहं चाक्षगणस्तथा । एतद्विलक्षणः कश्चिद्विचारः सोऽयमीदृशः ॥ १३ ॥
હું ભૂતોના સમૂહરૂપ સ્થૂલશરીર નથી, તથા ઇદ્રિચેના સમૂહરૂપ પણ હું નથી, એનાથી વિલક્ષણ કોઈક ઉં છું,] આ આવા પ્રકારને વિચાર તે [ વિચાર.]
હું એવા શબ્દને તથા હું એવા જ્ઞાનને વિષય જે આત્મા તે, આકાશાદિ પાંચ ભૂતોના સમૂહમાંથી ઉપજેલ સ્કૂલશરીરરૂપ નથી, તથા કર્મેનિયન ને જ્ઞાનેન્દ્રિયોના સમૂહરૂપ પણ આમાં નથી. સ્થૂલશરીર તથા ઇન્દ્રિયો જડ તથા દશ્ય હોવાથી આત્મા હોઈ શકે નહિ, પણ એ બનેથી વિપરીતસ્વભાવવાળો નામ, રૂપ ને જાતિ આદિથી રહિત, ને મનવાણીનો અવિષય કોઈક આત્મા છે, આવા પ્રકારને જે આત્માના સંબંધમાં વિચાર કરવો તે વિચાર આત્મજ્ઞાનનું સાધન છે. ૧૩.
આ જગત કેમ થયું ? તથા આને કર્તા કોણ છે ? તે બંને પ્રશ્નના વિચારનું નિરૂપણ કરે છે – ___ अज्ञानप्रभवं सर्व ज्ञानेन प्रविलीयते ।
संकल्पो विविधः कर्ता विचार सोऽयमीदृशः ॥ १४ ॥
સર્વ અજ્ઞાનથી ઉપજેલું [ છે, ને તે ] જ્ઞાનવડે અને ત્યંત વિલીન થાય છે, વિવિધ સંકલ્પ કર્તા [ છે, ] આ આવા પ્રકારને વિચાર તે [ વિચાર.]
તાર્કિક પૃથિવી આદિ ચાર ભૂતોનાં પરમાણુઓમાંથી જગતની ઉત્પત્તિ માને છે, સાંખ્યવાદીએ પ્રધાનમાંથી આ જગતની ઉત્પત્તિ