________________
૫૪૮
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. | નિરંતર નિર્મલજ્ઞાનરૂપ ને આનંદરૂપને અનુભવ કરીને આ જડરૂપ ને મલરૂપ [દેહાદિ] ઉપાધિને અત્યંત દૂર ત્યજી દે. પછી પુનઃ પણ આનું સ્મરણ ન કરવું, [કેમકે ] વમન કરેલી વસ્તુ સ્મરણના વિષયરૂપ થતાં નિંદાના હેતુરૂપ થાય છે. ૪૧૪.
ઉત્તમ જ્ઞાનીની સ્થિતિનું વર્ણન કરે છે – समूलमेतत्परिदाह्य वह्नौ, सदात्मनि ब्रह्मणि निर्विकल्पे । ततः स्वयं नित्यविशुद्धबोधानन्दात्मना तिष्ठति विद्वरिष्ठः ॥
આ જડપ્રપંચને [ અજ્ઞાનરૂ૫] મલસહિત સસ્વભાવવાળા [ને] કલ્પનારહિત બ્રહ્મરૂપ અગ્રિમાં સર્વ પ્રકારે બાળી નાંખીને પછી તિ ઉત્તમ જ્ઞાની પિતે નિત્ય, અતિશુદ્ધ, જ્ઞાનરૂપ ને આનંદરૂપે સ્થિત થાય છે. ૪૧૫.
બ્રહ્મવેત્તા સ્થલશરીરના અભિમાનને કેવી રીતે ત્યાગ કરે છે તે દૃષ્ટાંત આપીને સમજાવે છે:प्रारब्धसूत्रग्रथितं शरीरं, प्रयातु वा तिष्ठतु गोरियासृक् ।। न तत्पुनः पश्यति तत्त्ववेत्ताऽऽनन्दात्मनि ब्रह्मणि लीनवृत्तिः॥
પ્રારબ્ધકર્મરૂપ દોરાવડે ગુંથાયેલું સ્થલશરીર નાશ પામે, વા રહો. આનંદસ્વરૂપ બ્રહ્મમાં જેની વૃત્તિ લીન થઈ છે એવા બ્રહ્મવેત્તા ગાયના લેહીની પેઠે તેને પુન: જેતા નથી. ૪૧૬.
અજ્ઞાનીની પેઠે બ્રહ્મજ્ઞાની દેહના પિષણમાં આદર રાખતા નથી એમ કહે છે –
अखण्डानन्दमात्मानं विज्ञाय स्वस्वरूपतः । किमिच्छन्कस्य वा हेतोदेहं पुष्णाति तत्त्ववित् ॥४१७॥