________________
૫૮૬
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આસન, [પૂર્વેદિ] દિશા, [અહિંસાદિરૂપ યમાદિ, [ને ધારણાના વિષયભૂત સ્થૂલસૂફમ પદાર્થોરૂ૫] લક્ષ્ય આદિની અપેક્ષા નથી. આત્માના જ્ઞાનમાં [દેશકાલાદિના] નિયમાદિની અવસ્થા શી [હેય?] પર
વ્યવહારની વસ્તુઓના જ્ઞાનમાં પણ નિયમની અપેક્ષા નથી એમ કહે છે –
घटोऽयमिति विज्ञातुं नियमः कोऽन्ववेश्यते । . विनाप्रमाणसुष्टुत्वं यस्मिन्सति पदार्थधीः ॥५३०॥
આ ઘ[ ] એમ જાણવાને, જેના હોવાથી પદાર્થનું જ્ઞાન થાય [એવા નેત્રાદિરૂપ] પ્રમાણના નિર્દોષપણુવિના, [દેશકાલાદિના] નિયમની કોણ અપેક્ષા કરે છે? પ૩૦.
આત્માના જ્ઞાન માટે પણ એમજ છે એમ કહે છે - 'अयमात्मा नित्यसिद्ध: प्रमाणे सति भासते । न देशं नापि वा कालं न शुद्धिं वाऽप्यपेक्षते ॥५३१॥
આ આત્મા નિત્યસિદ્ધ [ છે. અંતઃકરણની અત્યંત પવિત્રતા તથા શ્રીસદ્દગુરુના ઉપદેશરૂપ નિર્દોષ] પ્રમાણના હેવાથી [0] અનુભવને વિષય થાય છે. [ આત્માને અનુભવ] દેશની અપેક્ષા કરતું નથી, અથવા કાલની પણ [ અપેક્ષા કરો] નથી, કિંવા [શરીરની] શુદ્ધિની પણ અપેક્ષા કરતે] નથી. પ૩૧.
આત્માનું જ્ઞાન દેશકાલાદિની અપેક્ષા કરતું નથી આ વાત લૈકિક દૃષ્ટાંત આપીને સમજાવે છે –