________________
૬૧૨
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. यस्माद्यावत्प्रियं स्यादिह हि विषयतस्तावदस्मिन्प्रियत्वं, . यावद्दुःखं च यस्माद्भवति खलु ततस्तावदेवाप्रियत्वम् । नैकस्मिन्सर्वकालेऽस्त्युभयमपि कदाप्यप्रियोऽपि प्रियः स्यात्, प्रेयानप्यप्रियो पा सततमपि यतः प्रेय आत्माख्यवस्तु ॥ १०॥
આમાં (આત્માથી ભિન્ન વિષયમાં) જે વિષયથી જ્યાં સુધી સુખ થાય છે ત્યાં સુધી તેમાં (તે વિષયમાં) પ્રિયપણું [જણાય છે, ] અને જે વિષય થી જ્યાં સુધી દુઃખ થાય છે ત્યાંસુધી જ નક્કી તેમાં અપ્રિયપણું [ જણાય છે. આવી રીતે પ્રિયપણું ને અપ્રિયપણું આ] બંને એકમાં (એક વિષયમાં) સર્વ સમયમાં [જણાતાં] નથી; ક્યારેક અપ્રિય પણ [ પ્રજનને લીધે ] પ્રિય થાય છે, અથવા અધિક પ્રિય પણું [કેઈ કારણથી] અપ્રિય [ થાય છે.] જેથી [અનાત્મવસ્તુમાં રહેલી પ્રીતિ સર્વદા રહેનારી નથી, તેથી] આત્માનામવાળી વસ્તુ સર્વદાજ પ્રિય[ છે.] ૧૦.
કઠવલ્લીનામની ઉપનિષદ્દમાં પણ આત્મા સર્વથી અધિક પ્રિય છે એમ કહ્યું છે એમ જણાવે છે:-- श्रेयः प्रेयश्च लोके द्विविधाभिहितं काम्यमात्यंतिकं च, .. काम्यं दुःखैकबीजं क्षणलवविरसं तश्चिकीर्षति मंदाः । . ब्रह्मैवात्यंतिकं यनिरतिशयसुखस्यास्पदं संश्रयंते, तत्वज्ञास्तव काठोपनिषदभिहितं षड्विधायां च वल्याम् ॥११॥
જગમાં પ્રિય ને નિઃશ્રેયસ [એ] કામ્ય ને આત્યંતિક [એમ] બે પ્રકારનું કહેવું [છે, તેમાં ] કામ્ય (આ લેક વા પરલેકનું વિષયસુખ, દુઃખનું જ કારણું, [] ક્ષણમાત્રમાં