________________
શીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
આરક્ષ કર્યો [ છે તે પ્રારબ્ધ] કર્મ નિશાનને ઉદ્દેશીને છેડેલા , બાણની પેઠે પોતાનું ફલ આપ્યા વિના [આત્મ જ્ઞાનથી નાશ પામતું નથી. ૪૫૧.
ઉપર કહેલા બાપુન દષ્ટાંતને સ્પષ્ટ કરે છે – व्याघ्रबुद्धया विनिर्मुक्तो बाण: पश्चात्तु गोमतौ। . न तिष्ठति छिनत्त्येव लक्ष्यं वेगेन निर्भरम् ॥ ४५२॥
[દર રહેલા કેઈ અન્ય પશુપર] વાઘની બુદ્ધિવડે વેગથી છોડેલું બાણ પછી [તેમાં] ગાયની બુદ્ધિ [થાય] તે પણ સ્થિર થતું નથી, [ પરંતુ] અત્યંતવેગવડે નિશાનને છેદેજ છે. ૪૫ર.
અન્યની દષ્ટિએ જ્ઞાનાને પ્રારબ્ધને ભોગ કર્યો છે, તેમની દષ્ટિએ તે પ્રારબ્ધ ને તેને ભોગ બને બ્રહ્મથી ભિન્ન પ્રતીત થતાં નથી એમ કહે છે - प्रारब्धं बलवत्तरं खलु विदां भोगेन तस्य क्षयः, सम्यग्ज्ञानहुताशनेन विलयः प्राक्संचितागामिनां । ब्रह्मात्मैक्यमवेक्ष्य तन्मयतया ये सर्वदा संस्थितास्तेषां तत्रितयं नहि क्वचिदपि ब्रह्मैव ते निर्गुणम् ॥ ४५३॥
જ્ઞાનીઓને પણ પ્રારબ્ધ વધારે બલવાળું (અવશ્ય ફલ આપનારું) [ છે, તેથી] તેને ભગવડે નાશ [થાય છે, ને પૂર્વનાં સંચિત ને ક્રિયમાણને યથાર્થજ્ઞાનરૂપી અગ્નિવડે વિનાશ [ને અસ્પર્શ થાય છે, આ સર્વ કથન અન્યની દૃષ્ટિવડે છે.] બહા ને આત્માના એકપણાને સાક્ષાત્કાર કરીને જેઓ સર્વદા તે રૂપપણુવડે સારી રીતે સ્થિર થયેલા છે તેમને તે ત્રણ