________________
૩૮૬ શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
[ ઘટાદિના ] ભાવવાળી વૃત્તિવડે [તે વૃત્તિનું તે પદાથને આકારે થવારૂપ] ભાવપણું [છે, ] ને શૂન્યવૃત્તિ વડે ( અંતઃકરણની વૃત્તિ કેઈ પણ પદાર્થને આકારે નહિ થવાવડે) [ તે વૃત્તિની] જડતા [છે, અને બ્રહ્માકારવૃત્તિવડે બ્રહ્મપણું [છે, ] માટે [ મુમુક્ષુ પિતાના અંતઃકરણની વૃત્તિવડે) બ્રહ્મપણાને અભ્યાસ કરે. ૧૨૯.
હવે બ્રહ્માકારવૃત્તિની સ્તુતિ કરવા માટે તે ઘરને ત્યાગ સેવનારાની નિંદા કરે છે –
ये हि वृत्तिं जहत्येनां ब्रह्माख्यां पावनी परां ।' ते तु वृथैव जीवंतिं पशुभिश्च समा नरों: ॥ १३० ॥
જેઓ આ બ્રહ્મનામની પવિત્ર વૃત્તિને ત્યાગ કરે છે, તે પશુના જેવા મનુષ્ય [આ જગતમાં ] વૃથાજ જીવે છે. ૧૩૦. - હવે બ્રહ્માકારવૃત્તિ કરનારા પુરુષોની સ્તુતિ કરે છે – ये हि वृत्तिं विजानंति ज्ञात्वापि वर्धयति ये । ते वै सत्पुरुषा धन्या वंद्यास्ते भुवनत्रये ॥ १३१ ॥
જેઓ [ બ્રહ્માકાર]વૃત્તિને સારી રીતે જાણે છે, ને જાણીને [તેમાં જે વધારે કરે છે, તે પુરુષે નક્કી ધન્ય [ છે, ને ] તેઓ ત્રણ લેકમાં વંદન કરવાગ્ય છે.] ૧૩૧.
બ્રહ્માકારવૃત્તિવાળા પુરુષો બ્રહ્મરૂપ થાય છે, અન્ય બ્રહ્મરૂપ થઈ શકતા નથી, એમ કહે છે –