________________
४८४
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
નિષેધ કરે છે. [આ] શ્રુતિના પ્રમાણુના આશ્રયવાળા જ્ઞાનથી તે બંનેને ત્યાગ કરેજ જોઈએ. ૨૪૫.
હવે શ્રુતિમાંનાં નેતિ નેતિ આ પદોના અર્થને સ્પષ્ટ કરે છેनेई ने कल्पितत्वान्न सत्य, रज्जुदृष्टव्यालवत्स्वमवच्च । इत्थं दृश्यं साधु युक्त्या व्यपोश, ज्ञेयः पश्चादेकभावस्तयोर्य: ॥२४६.
આ (કાયરૂપ પંચકોશ) [બ્રહ્મ નથી, આ (કારણરૂપ માયા) [બ્રહ્મ] નથી, હે રડીમાં જોયેલા સાપની પેઠે ને સ્વપ્નની પેઠે કલિપતપણાથી તે દશ્ય) સત્ય નથી. આવી રીતે દશ્યને યુક્તિવડે સારી રીતે મિથ્યા નક્કી કરીને પછી તે બન્નેને જે અભેદ [છે, તે જાણવું જોઈએ. ૨૪૬.
બન્નેના શુદ્ધસ્વરૂપને બોધ કઈ વૃત્તિવડે થાય છે તે કહે છે – ततस्तु तो लक्षणया सुलक्ष्यौ, तयोरखण्डैकरसत्वसिद्धये । । नालं जहत्या न तथाऽजहत्या, किंतूभयार्थात्मिकयैव भाव्यम् ॥२४७॥
[[ બંનેના ઉપાધિનો ત્યાગ કર્યોપછી અનાયાસે લક્ષણાવડે જાણવાગ્યે તે બંને (ઈશ્વર તથા જીવ) લક્ષણાવડે [ જાણવા જોઈએ. ] તે બંનેના અખંડ એકસપણાના નિશ્ચયમાટે જહલક્ષણવડે બસ નથી, તેમ અજહતુ લક્ષણાવર્ડ [ પણ બસ] નથી, પરંતુ ઉભયાર્થરૂપવડે જ ( જહદજહલક્ષણાવડેજ-ભાગત્યાગલક્ષણ વડેજ ) વિચાર કરવું જોઈએ. ૨૪૭.
જહત અજહત લક્ષણાનું લૌકિક ઉદાહરણ કહીને તેને મહાવાક્યમાં જોડે છે –