________________
૩૫૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
इत्यात्मदेहभेदेन देहात्मत्वं निवारितं । इदानीं देहभेदस्य ह्यसत्त्वं स्कुटमुच्यते ॥ ४२ ॥
એવી રીતે આત્મા ને શરીરને પૃથક કરવાવડે શરીરમાંનું આત્મપણું નિવારણ કર્યું. હવે [ આત્માથી ] પૃથ શરીરનું અસત્પણું ( આત્માની સત્તાથી ભિન્ન સત્તાએ નહિ રહેવાપણું ) સ્પષ્ટ જ કહેવાય છે. ૪૨.
चैतन्यस्यैकरूपत्वाद्भेदो युक्तो न कर्हिचित् । जीवत्वं च मृषा शेयं रजौ सर्पग्रहो यथा ॥ ४३ ॥
ચિતન્યના એકરૂપપણાથી ભેદ ક્યારે પણ યુક્ત નથી. જેમ દેરીમાં સર્પનું જ્ઞાન [ તેમ ] જીવપણું પણ મિથ્યા જાણવું.
શરીરાદિ વિશે ભિન્ન છે, પણ તે સર્વનું જ્ઞાન ભિન્ન નથી. અંત:કરણની જાગ્રદાદિ અવસ્થાએ ભિન્ન છે, પણ તેનું જ્ઞાન ભિન્ન નથી; દિવસ ને ભાસ આદિ સમય ભિન્ન છે, પણ તેનું જ્ઞાન ભિન્ન નથી; અથવા સર્વ પ્રાણિપદાથોની પ્રતીતિ તેમાં અધિષ્ઠાનરૂપે રહેલા જ્ઞાનરૂપ ચેતનથી થાય છે. આવી રીતે ચેતન્ય સર્વત્ર એકરૂપ હોવાથી તે ચૈતન્યને ભેદ કોઈ પણ સ્થિતિમાં સ્વીકારે તે ગ્ય નથી. જીવપણું પણ મિથ્યા છે, કેમકે જીવની ઉપાધિ અંત:કરણ માયાનું કાર્ય હાવાથી મિથ્યા છે. દોરડીના અજ્ઞાનવડે મંદ અંધકારમાં પડેલી દોરડીવિષે, વાંકાપણું આદિ મળતાપણુવડે, જેમ દોરડીને નહિ જાણનારને સર્પની ભ્રાંતિ થાય છે, તેમ આત્મસ્વરૂપના અજ્ઞાનવડે, પ્રકાશરૂપ મળતાપણુથી, સામાન્યચેતનરૂપ બ્રહ્મપ્રકાશમાં વિવેકહીન પુરુષને વિશેષચેતનરૂપ જીવની ભ્રાંતિ થાય છે. ૪૩.