________________
શ્રીઅપરક્ષાનુભૂતિ.
૩૬૩
સર્વે (શાસ્ત્રીય તથા લૌકિક બધે) વ્યવહાર બ્રહ્નવડેજ બ્રહ્મની સત્તા ને ઑતિવડેજ ) મનુષ્યોથી કરાય છે, પણ અજ્ઞાનથી [ તેઓ તેને ] જાણતા નથી, જેમ ઘટાદિક [ માટીનાં કાર્ય ] મારીજ [ છે, એમ અજ્ઞાની ન જાણે તેમ. ] ૬૫.
જગત તથા બ્રહ્મના કાર્યકારણભાવને દષ્ટાંતસહિત કહે છેकार्यकारणता नित्यमारते घटमृदोर्यथा । तथैव श्रुतियुक्तिभ्यां प्रपंचब्रह्मणोरिह ॥ १६ ॥
જેમ ઘાનું ને માટીનું કાર્યપણું ને કારણપણે નિત્ય છે, તેમજ અહિં ( સિદ્ધાંતમાં ) શ્રુતિ ને યુક્તિવડે જગતનું ને બ્રહ્મનું [મિથ્યાકાર્યપણું ને અધિષ્ઠાનપણું નિત્ય છે.]
જેમ દૃષ્ટાંતમાં ઘડાનું કાર્યપણું ને માટીનું કારણુપણું સ્પષ્ટ જેવામાં આવે છે, તેમજ સિદ્ધાંતમાં “ચથી વૈશિન વિષે સર્વ શ્રમથે વિજ્ઞાત સ્થા” (હે પ્રિયદર્શન! જેમ એક માટીના પિંડાના જ્ઞાનવડે સર્વ ભાટાનાં કાર્યો જાણેલાં થાય છે,) ઈત્યાદિ શ્રુતિઓ વડે, ને જે કાર્ય તથા કારણનું ભિન્નપણું હોય તો એક કારણ જ્ઞાનથી તેનાં સર્વ કાર્યોનું જ્ઞાન ન થવું જોઈએ, પણ થાય છે એ લકાનુભવ છે, આ યુક્તિવડે, જગતનું વિવર્તકાર્યપણું ને બ્રહ્મનું વિવોંપાદાનકારણપણું સિદ્ધ થાય છે. ૬૬.
કાર્યકારણના એકપણાને દૃષ્ટાંતવડે સ્પષ્ટ કરે છે– गृह्यमाणे घटे यद्वन्मृत्तिका याति वै बलात् । वीक्ष्यमाणे प्रपंचेऽपि ब्रह्मैवामाति भासुरं ॥ ६७ ॥
જેમ ઘડે ગ્રહણ થવાથી [ તેના કારણરૂપ ] માટી