________________
૩૧૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
ધિન ને સ્ત્રી આદિ પદાર્થો જે આત્માના અનુકૂલપણાનડે પ્રીતિના વિષયરૂપે પ્રતીત થાય છે તે સર્વ દશ્યનો પ્રકાશક આત્મા પુત્રાદિ સર્વ પદાર્થોથી ઉત્કૃષ્ટ પ્રેમના વિષયરૂપ છે, તે પ્રિયતમ આત્મા હું છું એમ તું નકકી કર. આ કથનથી આત્માનું નિરૂાધિકપણ વડે આનંદરૂપપણું અનુભવસિદ્ધ છે એમ જણાવ્યું છે. ૨૪. - હવે આત્મા પરમપ્રીતિને વિષય હોવાથી તે સત્યરૂપ છે એમ
કહે છે –
परप्रेमास्पदतया मानभूवमहं सदा । भूयासमिति यो द्रष्टा सोऽहमित्यवधारय ॥ २५॥ .
ન હતે એમ] નહિ, હું સર્વદા હેઉં એમ પરમપ્રીતિના વિષયપણા વડે જે દ્રષ્ટા છે, તે હું એમ નક્કી કર.
ભૂતકાળમાં નહોતો એમ નહિ, પરંતુ ભૂતકાળમાં હું અવશ્ય હતો, વર્તમાનકાલમાં પણ હું છું, ને ભવિષ્યકાલમાં પણ હું રહેવાને છું. આવી રીતે ત્રણે કાલમાં પિતાના સદ્ભાવને પરમપ્રીતિના વિષયપણુવડે જે દ્રષ્ટા નકકી કરે છે તે પ્રસિદ્ધ દ્રષ્ટા દેહાદિની પેઠે અસત્યરૂપ નહિ, પણ સત્યરૂપજ છે, તે દ્રષ્ટા હું છું એમ તું નક્કી કરી આત્માની સત્તાના અનુપ્રવેશવડે તેમાં કલ્પાયેલી સર્વ વસ્તુઓની સત્તાની પ્રતીતિ થાય છે, પિતાથી તે વસ્તુઓની પ્રતીતિ થતી નથી. તેની સત્તાવડેજ આ સર્વ દશ્ય સત્તાવાળું પ્રતીત થાય છે. એવી રીતે આભા સત્યરૂપ છે. ૨૫.
હવે તે સાક્ષીનું ત્વપદને અર્થરૂપે નિરૂપણ કરે છે - यः साक्षिलक्षणो बोधस्त्वंपदार्थः स उच्यते । साक्षित्वमपि बोधृत्वमविकारितयाऽऽत्मनः ॥ २६ ॥