________________
૩૦૮
શ્રીશંકરાચાર્યનાં અછાદશ રને. अगमन्मे मनोऽन्यत्र सांप्रतं च स्थिरीकृतम् । एवं यो वेत्ति धीवृत्तिं सोऽहमित्यवधारय ॥ २१ ॥
મારું મન બીજે ગયું હતું, પણ હમણાં સ્થિર કર્યું છે, એમ બુદ્ધિવૃત્તિને જે જાણે છે તે હું એમ નકકી કર.
આટલા સમયસુધી મારું મન બીજા રાગના વિષયમાં રઝળતું હતું, પરંતુ હમણું તે વિષને સ્મરણમાંથી તેને પાછું વાળી સમીપના વિષયમાં સ્થિર કર્યું છે એમ બુદ્ધિની વૃત્તિરૂપ મનની ચંચલતાને તથા સ્થિરતાને જે જાણે છે તે હું છું એમ નિશ્ચય કર. આવી રીતે ગમનાદિ ધર્મવાળા મનનું દશ્યપણું અનુભવસિદ્ધ હોવાથી તે મનનું અચેતનપણું સિદ્ધ છે. ૨૧. | મન એ બુદ્ધિની વૃત્તિરૂપ છે, તેથી ભલે તેનું દશ્યપણું હો પરંતુ વૃત્તિવાળી બુદ્ધિનું દ્રશ્યપણું સંભવતું નથી એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે?—
स्वप्नजागरिते सुप्तिं भावाभावी धियां तथा । यो वेत्स्यविक्रियः साक्षात्सोऽहमित्यवधारय ॥ २२॥
જે વિકારરહિત સ્વજાગ્રતમાં તથા સુષુપ્તિમાં બુદ્ધિએના ભાવાભાવને સાક્ષાત્ જાણે છે તે હું એમ નક્કી કર.
જે સર્વ પ્રકારના વિકારથી રહિત ચેતન સ્વપ્નાવસ્થામાં તથા જાગ્રદેવસ્થામાં બુદ્ધિઓના સદ્ભાવને તથા સુષુપ્તિ અવસ્થામાં બુદ્ધિએના અભાવને પિતાના સ્વયંપ્રકાશસ્વભાવથી સાક્ષાત જાણે છે તે વિકારરહિત ચેતન હું છું એમ તું નક્કી કર. બુદ્ધિઓના એવા બહુવચનવડે તેનું ક્ષણિકપણું ને વિકારીપણું ઈત્યાદિ કહેવાય છે. બુદ્ધિ સ્વપ્ન ને જાગ્રતમાં હોવાથી તે બંનેને જાણે છે, પણ સુષુપ્તિમાં તે