________________
૩૧૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ ર. બ્રહ્મના જ્ઞાનથી સર્વના વિજ્ઞાનના પ્રતિપાદન વડે બ્રહ્મનું સર્વ કાર્યોમાં વ્યાપીને રહેવાપણું અર્થથી કહ્યું છે એમ કહે છે –
यज्शानात्सर्वविज्ञानं श्रुतिषु प्रतिपादितम् ।। मृदाद्यनेकदृष्टांतैस्तब्रह्मेत्यवधारय ॥ ३२ ॥
શ્રુતિઓમાં માટી આદિનાં અનેક દષ્ટાંત વડે જેના જ્ઞાનથી સવનું વિજ્ઞાન પ્રતિપાદન કરેલું [ છે ] તે બ્રહ્મ એમ નક્કી કર.
વા તૈચૈન કૃgિo ર મૂવિજ્ઞાતં સ્વાદાવાદmut વિવારે નામધેયં કૃત્યિ સત્ય ! ”(હે પ્રિયદર્શન ! જેમ એક માટીના પિંડાના જ્ઞાનવડે સર્વ માટીનાં કાર્યો જાણેલાં થાય છે, કેમકે કાર્ય તે વાણીવડે આરંભેલ નામમાત્રજ છે, તેમાં માત્ર માટીજ સત્ય છે, તેમ બ્રહ્મના જ્ઞાનવડે તેમાં કલ્પાયેલ આ સર્વ જગત જાણેલું થાય છે,) ઇત્યાદિ કૃતિઓમાં માટી, સોનું ને લોઢારૂપ કારણનાં ને તેના કાર્યરૂપ વાસણો, ઘરેણાં ને શસ્ત્રાદિના દષ્ટાંતવડે જે બ્રહ્મના જ્ઞાનથી તેના કાર્યરૂપ આ સર્વ કલ્પિત પ્રપંચનું જ્ઞાન પ્રતિપાદન કરેલું છે, તે બ્રહ્મ છે એમ તું નક્કી કર. ૩૨.
હવે આ પ્રપંચને બ્રહ્મના કાર્યરૂપે કહ્યું છે તેનું પ્રયોજન કહે છે:...यदानंत्यं प्रतिज्ञाय श्रुतिस्तत्सिद्धये जगौ ।
तत्कायेंत्वं प्रपंचस्य तदब्रह्मेत्यवधारय ॥ ३३ ॥ " શ્રતિ જેના અનતપણાની પ્રતિજ્ઞા કરી તેની સિદ્ધિમાટે [તેણે ] પ્રપંચને તેનું કાર્ય પણું કહ્યું છે, તે બ્રહ્મ એમ નક્કી કર.
બgવદ્વિતીયં બ્રહ્મ” (એકજ અદિતીય બ્રહ્મ છે,) આ