________________
૩૩૨
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ ર.
પ્રસિદ્ધ બ્રહ્મસ્વરૂપનું ને તેની પ્રાપ્તિનાં સાધનેનું સંક્ષેપમાં સ્પષ્ટપણે નિરૂપણ કરનારે આ અપરોક્ષાનુભૂતિનામને પ્રકરણગ્રંથ છે. હાદિ જડમાં આત્માની ભ્રાંતિરૂપ બંધની નિવૃત્તિપૂર્વક સ્વસ્વરૂપમાં સ્થિતિ થવારૂપ મેક્ષની સિદ્ધિ માટે કહેવાય છે. વિવેક, વૈરાગ્ય, સમાદિ છ સંપત્તિ, ને મુમુક્ષતા આ ચાર સાધને જેમણે પ્રાપ્ત કર્યા છે એવા મુમુક્ષુ પુરુષોએ પ્રયત્નવડે વારંવાર આ ગ્રંથ વિચારવાયોગ્ય છે.
- વિવેકાદિ સાધવાળા આ ગ્રંથના અધિકારી છે, કર્મના ને ઉપાસનાના અધિકારીઓ આ ગ્રંથને અધિકારી નથી. જીવબ્રહ્માના વાસ્તવિક સ્વરૂપનું પ્રતિપાદન એ આ ગ્રંથને વિષય છે, કર્મને ને આ ગ્રંથમાં પ્રતિપાદન કરેલા જ્ઞાનને સાધનસાધ્યભાવ સંબંધ છે. સર્વ દુઃખની નિવૃત્તિધારા પરમાનંદની પ્રાપ્તિ એ આ ગ્રંથનું પ્રયોજન છે. ૨,
કાર્યનું કારણુધીનપણું હોવાથી પૂર્વોક્ત ચાર સાધનનું શું કારણ છે? એમ જાણવાની ઇચ્છા થાય તો તેનું સમાધાન કરે છે -
स्ववर्णाश्रमधर्मेण तपसा हरितोषणात् । • साधनं प्रभवेत्पुंसां वैराग्यादिचतुष्टयं ॥ ३ ॥
પિતાના વર્ણાશ્રમના ધર્મરૂપ તપવડે પરમાત્માના સંતેષથી પુરુષોને વૈરાગ્યાદિ ચાર સાધન પ્રાપ્ત થાય છે.
સાક્ષી મુખ્યાત્મા કહેવાય છે, પુત્રને સ્ત્રી ગણાત્મા કહેવાય છે, ને સ્થૂલશરીર મિથ્યાત્મા કહેવાય છે. અહિં સર (પિતાના) આ શબ્દવડે મિથ્યાત્મરૂપ સ્થૂલશરીર સમજવું. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય ને શદ્ર આ ચાર વર્ણો, ને બ્રહ્મચર્ય, ગૃહસ્થ, વાનપ્રસ્થ ને સંન્યસ્ત આ ચાર આશ્રમે છે. પિતાના પૂલશરીરના વર્ણ ને આશ્રમના જે જે