________________
૩૧૭
શ્રીવાક્યવૃત્તિસ્તોત્ર. અર્થોને સંશય ન રહે એવી રીતે વિચાર કરીને પછી મહાવાક્યના અર્થને વિચાર કરવા એમ જણાવે છે –
तत्त्वंपदार्थों निर्णीतौ वाक्यार्थश्चित्यतेऽधना । , तादात्म्यमत्र वाक्यार्थस्तयोरेव पदार्थयोः ॥ ३७ ॥
તાપદ ને ચપદના અર્થ નક્કી કર્યા. હવે વાક્યો અર્થને વિચાર કરાય છે. તે બે પદના અર્થને અહિં તાદાભ્યરૂપજ વાક્યાથ [ છે. ].
તપદના અર્થ બ્રહ્મ તથા સ્વપદના અર્થ શુદ્ધાત્માને નિર્ણય કર્યો. હવે “તરવમસિ” આ મહાવાક્યના અર્થને વિચાર કરવામાં આવે છે. તપદ ને ત્વપદના અર્થોને આ મહાવાક્યમાં વિશેષણવિશેષરૂપ કે સંસર્ગરૂપ વાક્યર્થ નથી, પણ તાદામ્યરૂપજ વાક્યર્થ છે. જેમ “નીલકમલ છે” આ વાક્યમાં નીલ (આસમાની) વિશેપણ છે, ને કમલ વિશેષ્ય છે, તેમ તે તું છે” આ મહાવાક્યમાં તે વિશેષણ ને તું વિશેષ્ય નથી, પણ બંનેમાં રહેલા વિરોધી ભાગને ત્યાગ કરતાં જે શુદ્ધચેતન રહે છે તે બંનેના અભેદરૂપ અર્થ છે, તેથી તે વાક્યને તાદામ્યરૂપજ (વિરોધી ભાગને ત્યાગ કરતાં એકપણારૂપજ) અર્થ છે. “તારે પુત્ર જન્મ્યો ” આ વાક્યમાં પિતા તથા પુત્રને સંસર્ગ એટલે જનકજન્યરૂપ સંબંધ હોવાથી આ વાયનો સંસર્ગરૂપ અર્થ થાય છે, પણ “તે તું છે ” આ મહાવાક્યમાં બંનેને ઉપાધિભેદે કોઈ પ્રકારને વાસ્તવિક સંબંધ નથી, તેથી આ મહાવાક્યને સંસર્ગરૂપ અર્થ થતો નથી, પણ તેનો ઉપર કહેલી રીતે તાદામ્યરૂપજ અર્થ થાય છે. ૩૭.
એ અર્થ શામાટે થાય છે? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે :