________________
શ્રીસિદ્ધાન્તબિન્દુસ્તાત્ર
સર્વવ્યાપક છે, ) ઇત્યાદિ શ્રુતિમાં કહ્યા પ્રમાણે આકાશની પેકે સર્વવ્યાપક છે, પરિચ્છિન્ન નથી. જે બ્રહ્મ આકાશની પેઠે–આકાશથી પણ વધારે-વ્યાપક હોવાથી માત્ર ઉપરના ભાગમાંજ નથી, અથવા માત્ર નીચેના ભાગમાંજ નથી, કિવા માત્ર પ્રાણિપદાર્થેાની અંતરજ નથી, વા માત્ર પ્રાણિપદાર્થેાની બહારજ નથી, અથવા માત્ર મધ્યભાગમાંજ નથી, કિવા માત્ર ખૂણાઓમાંજ નથી, અથવા માત્ર પૂર્વ પશ્ચિમાદિક દિશામાંજ વા ભૂતભવિષ્યાદિ કાલમાંજ નથી, કિંતુ સર્વસ્થલે, સર્વકાલમાં, અખંડ તે એકરૂપ છે, તે દ્વિતીય, અબાધિત, સર્વસંગથી રહિત ને પરમાનંદપ્રકાશરૂપ બ્રહ્મ હું છું. ૫. આ દુ:ખમય પ્રતીત થતું જગત બ્રહ્મમાં કલ્પિત હોવાથી કાઇ પણ દુ:ખતા બ્રહ્મની સાથે લેશ પણ સબંધ નથી, તેથી બ્રહ્મભાવને પ્રાપ્ત થયેલા જીવને કોઇ પણ પ્રકારના અનર્થની સાથે સબંધ થવાને સંભવ નથી એમ જણાવે છે:
૨૮૯
न शुक्लं न कृष्णं न रक्तं न पीतं, न कुजं न पोनं न ह्रस्वं न दीर्घम् । अरूपं तथा ज्योतिराकारकत्वात्, तदेकोऽवशिष्टः शिवः केवलोऽहम् ॥
: વપ્રકાશજ્ઞાનરૂપપાવડે અપ્રમેયપણાથી [જે] શુક્લ નથી, કૃષ્ણ નથી, રક્ત નથી, પીત નથી, અણુ નથી, મહાન્ નથી, હ્રસ્વ નથી, દી નથી, પણ અરૂપ [છે.] તે એક, અવશિષ્ટ, કેવલ, શિવ હું [છું.]
સ્વયંપ્રકાશજ્ઞાનરૂપપાવડે સપ્રમાણને અવિષય હોવાથી જે બ્રહ્મ ધેાળા રંગવાળુ નથી, કાળા રંગવાળું નથી, રાતા રંગવાળુ નથી, પીળા રંગવાળું નથી, અણુજેવડું નથી, મેાટા પ્રમાણવાળું નથી, હું નથી, લાંબું નથી, પણ જે પ્રત્યક્ષાદિ પ્રમાણના અવિષય
૧૯