________________
૨૯૬
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રહે,
નિયામક છે, જે આ વિશ્વના વાસ્તવિક સ્વરૂપને સંશયવિપર્યયથી રહિત જાણનારા છે, જે આ વિશ્વમાં અસંખ્ય પ્રાણીઓનાં શરીર છે તેમાં રહેલા હોવાથી અસંખ્ય શરીરાવાળા છે, જેમને કાઇ પડ્યું સમયમાં બંધ નથી, અર્થાત જેએ સર્વદા મુક્ત છે, જે પારરહિત આનંદના મહાસાગર છે, અને જે અવિદ્યારૂપ મલથી રહિત એકરસજ્ઞાનરૂપ છે, તે સર્વ સાંદ ના સ્વામી સહજ મનેાહર બ્રહ્માભિન્ન મારા સદ્ગુરુને વા લક્ષ્મીના પ્રિય વિદથી અભિન્ન ગાવિદનામના મારા સદ્ગુરુને, વા બ્રહ્મવિદ્યાના પરમપ્રિય બ્રહ્મને હું પરમપ્રેમપૂર્વક નમન કરું છું. ૧.
પેાતાના શ્રીસદ્ગુરુની અપાર કૃપાનું સ્મરણ થઇ આવતાં પુનઃ પણ પેાતાના શ્રીસદ્ગુરુને નમસ્કાર કરે છેઃ— यस्य प्रसादादहमेव विष्णुमय्येव सर्व परिकल्पितं च । इत्थं विजानामि सदात्मरूपस्तस्यांविपद्मं प्रणतोऽस्मि नित्यम् २ જેમની કૃપાથી હુંજ વિષ્ણુ ( વ્યાપક-બ્રહ્મ)છું, અને સર્વ મારામાંજ પિરકલ્પિત [ છે, ] આ પ્રમાણે સદા સ્વસ્વરૂપને જાણું છું, તેમના ચરણુકમલમાં નિત્ય નમેલે છે.
જેમની અમેઘ, અપાર ને સ્વાર્થરહિત યાવડે મારા અંતઃકરમાં પ્રતીત થતા અજ્ઞાનની નિવૃત્તિથી હુંજ દેશ, કાલ તે વસ્તુના પરિચ્છેદથી રહિત બ્રહ્મ છું, અને આ સર્વ નામરૂપાત્મક પ્રપંચ મારામાંજ અવિદ્યા તે વાસનાના સામર્થ્યથી વિવર્તરૂપે કલ્પાયા છે, આ પ્રમાણે હું સર્વદા બ્રહ્મથી અભિન્ન મારા પારમાર્થિક સ્વરૂપને જાણું છું, તે દયાનિધિ સદ્ગુરુશ્રીના ચરણકમલમાં હું વારંવાર પરમપ્રેમથી નમસ્કાર કરું... છું. અજ્ઞાનીને બ્રહ્મની પ્રતીતિ ન થતાં જગતની પ્રતીતિ