________________
૨૮૪
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો.
આડેવલપણું કેવી રીતે કહી શકાય? બ્રહ્મ સર્વદા સલૂપ હોવાથી તેને શુન્યરૂપ કહી શકાય નહિ, તેમ ત્યાં કોઈ પણ વસ્તુને સદ્ભાવ નજ હોવાથી તેને અન્યરૂપ પણ કહી શકાય નહિ. આ બ્રહ્મતત્ત્વ અત હોવાથી તેને જોઈએ તેવું નિરૂપણ કરવા વાણું સમર્થ નથી,
તે વારે નિવર્તિતે” (જે બ્રહ્મથી વાણુઓ પાછી વળે છે.) એ શ્રુતિ પણ એમ જ કહે છે, તેથી સર્વ ઉપનિષદેવડે સિદ્ધ બ્રહ્મતત્વને હું વાણીવડે જેમ છે તેમ કેવી રીતે કહી શકું ? ૧૦.
એ પ્રમાણે બ્રહ્મવિદ્યાવાળા પરમહંસે ને પરિવ્રાજકના આચાર્ય શ્રીશંકરાચાર્યજીએ રચેલા શ્રીસિદ્ધાંતબિંદુનામના તેત્રરૂપ તેરમા રનની ભાવાર્થદીપિકાનામની ગુજરાતીભાષાની ટીકા પૂરી થઈ. ૧૩.
|શ્રીનિવૃત્તિના ભાવાર્થદીપિકાટીકા સહિત. મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
દેહરો, બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વંદી સદ્દગુરુ-પાય; વાક્યવૃત્તિની આ ટીકા, ગુર્જરગિરા લખાય. ૧
“તરવમસિ” આદિ મહાવાક્યના અર્થના નિરૂપણરૂપ આ લઘુ લેખ હેવાથી આ લઘુ લેખનું નામ વાક્યવૃત્તિ રાખવામાં આવ્યું છે. આધ્યાત્મિકાદિ ત્રણ તાપથી બહુ તપેલા, અસંખ્ય જન્મમરણા