________________
શ્રીમહમુદ્ગરસ્તોત્ર
૨૭૫ કરવાનાં છે. પ્રાણાયામાદિનું વિશેષ નિરૂપણ પાતંજલ યોગદર્શન, ગકૌસ્તુભ તથા ગપ્રભાકરમાં છે. ઇ.
જીવિતની ચપલતા તથા સંસારની દુઃખમયતા જણાવે છેनलिनीदलगतसलिलं तरलं, तद्वज्जीवितमतिशयचपलम्। विद्धि व्याध्यभिमानग्रस्तं, लोकं शोकहतं च समस्तम् ॥१०॥
કમલની પાંખડપર રહેલું જલ [ જેવું] ચપલ [છે, તેવું જીવિત અતિશય ચપલ જાણું. સર્વ મનુષ્ય રેગ ને અભિમાનથી ઘેરાયેલા ને શેકથી હણાયેલા [ છે.]
કમલની પાંખડી ઉપર રહેલા ઝાકળના પાણીનું ટીપું જેવું અલ્પ સમય રહેનારું છે તેવું સર્વ મનુષ્યનું જીવિત બહુ થોડો સમય રહેનારું છે એમ તું નક્કી કર. મનુષ્યનું જીવિત ચિરકાલ ટકનાર છે એવી ભ્રાંતિનો ત્યાગ કર. અલ્પકલ ટકનારું મનુષ્યનું જીવિત પણ સુખમય નથી, કિંતુ દુઃખમય છે. મનુષ્યોને માટે ભાગ નાનાપ્રકારના શારીરિક રોગોથી ને અભિમાનાદિ માનસ રેગથી પીડાતે હોવાથી સદા પ્રકટ કે અપ્રકટ શેક કર્યા કરે છે. આમ અલ્પ જીવિતમાં પણ જ્યાં ત્યાં ચિંતા ને વિલાપ જોવામાં આવે છે, માટે વિવેકી મનુષ્ય ભાવિદુઃખોની નિવૃત્તિ માટે ને પરમાનંદની પ્રાપ્તિમાટે પ્રયત્ન કરવો જોઈએ.
કોઈ પ્રતિમાં ત્રીજું ને ચોથું ચરણ ક્ષમ હSHતિવા, મવતિ માવતર નવ આવું જોવામાં આવે છે, ને તેને અર્થ જે એક ક્ષણ પણ બ્રહ્મવેત્તા પુરુષને સમાગમ થાય તો તે ભવસાગર તરવામાં વહાણરૂપ થાય છે, એવો થાય છે. ૧૦. _ ચિંતાને પરિત્યાગ કરી કર્તવ્યનું અનુષ્ઠાન કરવાને બંધ કરે છે –