________________
૨૩૦
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. અતુલ ને અદ્વૈત [છે. તે હું એવા જ્ઞાનને અર્થ છે, એમ જાણીને તેનાથી ભિન્ન કાંઈ ન ચિંતવે. - જે શરીર, ઈદ્ધિ ને અંતઃકરણદિ સર્વ દશ્યથી વિલક્ષણ, અવિદ્યાને લેશથી રહિત, સાદરહિત ને દૈતવર્જિત બ્રહ્મ છે, તે હું એવા જ્ઞાનને વિષય છે, એમ જાણુને તે બ્રહ્મથી ભિન્ન કોઇ પણ વસ્તુનું ચિંતન વિવેકી ન કરે. ૮૧.
આત્મા હું એવા જ્ઞાનને વિષય હોવાથી સર્વ શરીરરૂપ ઉપાધિમાં સમાન જ છે તો પણ ઉપાધિના ભેદથી આત્માને પણ ભેદ થવાથી અનુભવનું વિચિત્રપણું થાય છે એમ કહે છે –
यद्वत्सुखदुःखानामवयवभेदादनेकता देहे । तद्वमिह सत्यभेदेऽप्यनुभववैचित्र्यमात्मनामेषाम् ॥ ९२॥
જેમ શરીરમાં અવયવોના ભેદથી સુખદુઃખનું અને કપણું [થાય છે, તેમ અહિં અભેદ છતાં પણ આ આત્માએના અનુભવનું વિચિત્રપાળું થાય છે.
જેમ એકજ સ્થૂલશરીરમાં હાથપગાદિ અવયવોના ભેદથી સુખદુઓની અનેકતા થાય છે, એટલે મારે હાથે સુખ છે, મારે હાથે દુઃખ છે, ને ભારે પગે સુખ છે, મારે પગે દુઃખ છે, ઇત્યાદિ રીતના સુખદુઃખનું અનેકપણું જણાય છે, તેમ આ સંસારમાં વસ્તુતાએ ચેતનરૂપે અભેદ છતાં પણ અંતઃકરણના ભેદથી આ આત્માઓને અનુભવનું વિચિત્રપણું થાય છે, અર્થાત અંતઃકરણરૂપ ઉપાધિના વિલક્ષણપણાથી ભિન્ન ભિન્ન પ્રતીત થતા જીવાત્માઓના આ જગતના સંબંધના અનુભવનું વિલક્ષણપણું થાય છે. ૮ર.
આ જગતના માયામયપણાથી આના સંબંધમાં વિવેકીએ વધારે વિચાર કરે એગ્ય નથી એમ કહે છે –