________________
૨૫૩
શ્રીચર્પટપંજરિકાસ્તોત્ર || શ્રી પંરિવારોત્ર . ભાવાર્થદીપિકાટીકા સહિત.
મંગલાચરણ ને ટીકાની પ્રતિજ્ઞા.
દેહરે. બ્રહ્મ-ઈશનું ધ્યાન ધરી, વંદી સશુ–પાય; ચર્પટપંજરિકા-ટીકા, ગુર્જરગિરા લખાય. ૧
મુમુક્ષુઓના અંતઃકરણમાં રહેલા અજ્ઞાનરૂપ અંધારાને દૂર કરનારા પૂજ્યચરણ આચાર્યભગવાન કઈ વેલા ભિક્ષા માટે કઈ નગરમાં વિચરતા હતા ત્યારે ત્યાં શાસ્ત્રવાસનાના આવેશવાળ કઈ વૃદ્ધ બ્રાહ્મણ કે કોઈ વૃદ્ધ સંન્યાસી વ્યાકરણશાસ્ત્રનો પ્રારંભ કરીને ફુન્ન ર ( કૃધાતુ કરવાના અર્થમાં છે, ) આ શબ્દો ગેખતે હત, તે તેઓશ્રીના જોવામાં આવ્યો. તેને જોઈને અત્યંત દયાવડે તેઓશ્રીએ તેને આ સ્તોત્રમાં જણાવેલ ઉપદેશ કર્યો છે, એમ કહેવાય છે. સાંવરિજાને અર્થ પાણીના પરપોટાના જેવી કાયા એ થાય છે. આ સ્તોત્રના પહેલા કલેકમાં વૃદ્ધાવસ્થામાં વ્યાકરણશાસ્ત્રને અભ્યાસ રક્ષણ કરનાર નથી. પણ પરમાત્માનજ રક્ષણ કરનાર છે, માટે તારે પરમાત્મજ્ઞાન મેળવવા પ્રયત્ન કરવો જોઈએ એમ તે વૃદ્ધ બ્રાહ્મણપ્રતિ વા વૃદ્ધ સંન્યાસિપતિ કહે છે –
भज गोविंदं भज गोविंदं भज गोविंदं मूढमते । .. प्राप्ते सन्निहिते मरणे, नहि नहि रक्षति डुकृञ्करणे ॥ १ ॥
મરણ સમીપમાં આવે “ ડુમ્ ” નહિ જ