________________
શ્રીસ્વાત્મનિરૂપણ
૨ ૩૧
किमिदं किमस्य रूपं कथमेतदभूदमुष्य को हेतुः। इति न कदापि विचिन्त्यं चिन्त्य मायेति धीमता विश्वम् ॥१३॥
આ શું છે ? આનું રૂપ શું [છે ? આ કેવી રીતે ? ઉપજયું? ને આનું કારણ શું? એમ બુદ્ધિમાને કદીપણું ન ચિંતવવું, પણ સર્વ માયા [9] એમ ચિંતવવું.
આ જગત શું છે ? આ જગતનું રૂપ શું છે? આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું? અને આ જગતનું કારણ શું છે? એવું ચિંતન વિવેકીએ કદીપણ કરવા યોગ્ય નથી, કિંતુ આ સર્વ જગત માયા છે, અર્થાત અધિષ્ઠાનજ એવા વિવર્તરૂપે પ્રતીત થાય છે એમ વિવેકીએ વિચારવું. ૮૩.
હવે દાંત વડે બ્રહ્મ અને જગતના અભેદને સિદ્ધ કરે છે – दन्तिनि दारुविकारे दारु तिरोभवति सोऽपि तत्रैव । जगति तथा परमात्मा परमात्मन्यपि जगत्तिरोधत्ते ॥ ९४ ॥
જેિમ લાકડાના કાર્યરૂપ હાથમાં લાકડું તિરધાન પામે છે, તે પણ તેમાં જ [તિરોધાન પામે છે,) તેમ જગતુમાં પરમાત્મા અને પરમાત્મામાં પણ જગત નિરધાન પામે છે.
જેમ લાકડાના કાર્યરૂપ હાથીમાં બાળકની દષ્ટિએ માત્ર હાથી પ્રતીત થવાથી લાકડું તિરોધાન પામે છે, અને મોટી વયના વિવેકી ઉપને લાકડાની પ્રતીતિ થવાથી તે હાથી પણ લાકડામાંજ તિરધાન પામે છે, તેમ અજ્ઞાનીને જગતની પ્રતીતિ થવાથી જગતમાં પરમાત્મા તિરોધાન પામે છે, અને વિવેકને પરમાત્માની પ્રતીતિ થવાથી પરમાત્મામાં પણ જગત તિરધાન પામે છે. ૯૪.