________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
जाग्रवडष्ट्वा स्थूलपदार्थानथ मायां, दृष्ट्रा स्वप्नेऽथापि सुषुप्तौ सुखनिद्राम् । इत्यात्मानं वीक्ष्य मुदास्ते च तुरीये, तं संसारध्वान्तविनाशं हरिमीडे ॥ १६ ॥ જાગ્રમાં સ્થલ પદાર્થેાને જોઇને, પછી સ્વપ્નમાં માયા જોઇને, પશ્ચાત્ સુષુપ્તિમાં સુખનિદ્રાને અને તુરીયમાં આત્માને અનુભવીને જે પ્રસન્ન રહે છે, તે સંસારાંધકારને વિનાશ કરનાર બ્રહ્મની હું સ્તુતિ કરું છું,
e
અંતઃકરણની જાગ્રવસ્થામાં પંચીકૃત પાંચ ભૂતાના કાર્યરૂપ સ્થૂલ પદાર્થાને જોઇને, પછી અંત:કરણની સ્વપ્નાવસ્થામાં વાસનામય સૂક્ષ્મ પદાર્થાને જોઇને, પશ્ર્ચાત્ અંતઃકરણની સુષુપ્તિ અવસ્થામાં અવિદ્યાની વૃત્તિવડે અજ્ઞાનાવૃત સ્વરૂપસુખને ને અજ્ઞાનના અનુભવ કરીને, અને અંત:કરણુની તુરીયાવસ્થામાં સચ્ચિદાનંદ આત્માના અનુભવ કરીને, જે પરમપ્રસન્ન રહે છે, તે સંસારરૂપ અંધારાને વિનાશ કરનારી સચ્ચિદાનંદ બ્રહ્મના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું. પૂજ્ય નણેલી વસ્તુની સ્તુતિ કરાય છે, ને સ્તુતિ કરેલી વસ્તુરૂપે સ્થિતિ કરવાની તે સ્તુતિપાઠકની ઇચ્છા હોય છે, તેથી હું સ્તુતિ કરું હું તેના હું અભેદભાવે સાક્ષાત્કાર કરું છું એવા અર્થ કર્યા છે. ૧૬. पश्यन्शुद्धोऽप्यक्षर एको गुणभेदान्, नानाकारान्स्फाटिकवद्भाति विचित्रः । મિશચ્છિન્નશ્ચયમનઃ જર્મને,
*
स्तं संसार ध्वान्तविनाशं हरिमीडे ॥ १७ ॥ આ શુદ્ધ, અક્ષર, એક ને અજન્મા છતાં પણ કર્મનાં ફ્લેવર્ડ જે ગુણના ભેરૂપ નાના આકારાને જોતા છતા