________________
૧૪૪
શ્રીશંકરાચાર્યના અષ્ટાદશ ર.
નિમલતા એ આત્માના સ્વભાવ છે.
જેમ પ્રકાશ એ સૂર્યને સ્વભાવ છે, શીતલતા એ પાણીને સ્વભાવ છે, અને ઉષ્ણતા એ અગ્નિને સ્વભાવ છે, તેમ અનાદિઅનંતપણું, ચૈતન્ય, પરમાનંદ, અને નિત્યશુદ્ધતા એ આત્માના સ્વભાવ છે૨૩.
હું જાણું છું, એવા મનુષ્યોના અનુભવથી આત્મા જ્ઞાનનો આશ્રય હોય એમ જણાય છે, છતાં તમે આત્માને નિર્વિકાર કેમ કહો છો? એમ શંકા થાય તે તેના સમાધાનમાં કહે છે –
आत्मनः सच्चिदंशश्च, बुद्धर्वत्तिरिति द्वयम । संयोज्य चाविवेकेन, जानामीति प्रवर्तते ॥ २४ ॥
આત્માના સત્ અને ચૈતન્ય અંશ, તથા બુદ્ધિની વૃત્તિ આ બેને એકત્ર કરીને અવિવેકવડે હું જાણું છું એ પ્રયોગ થાય છે.
આમાનો સદુ૫ અંશ અને ચિપ અંગ તથા અંતઃકરણની ત્તિ આ બેને એકત્ર કરીને અજ્ઞાનકાલમાં અવિવેકવડે હું જાણું છું એવો પ્રયોગ મનુષ્યો કરે છે. આત્માન જ્ઞાનસ્વભાવ છે ખરો, પણ તે આત્મા જ્ઞાનના આશ્રયરૂપ નથી. ૨૪.
આત્માનો અને અંતઃકરણનો વિવેક ન થવાથી કર્તાપણું ઇત્યાદિ ધર્મો આત્મામાં કલ્પાય છે, એમ કહે છે –
आत्मनो विक्रिया नास्ति, बुद्धेबर्बोधो न जात्विति । जीवः सर्वमलं ज्ञात्वा, कर्ता द्रष्टाति मुह्यति ॥ २५ ॥
આત્મામાં વિકાર નથી, અને બુદ્ધિમાં કદીપણ જ્ઞાન નથી. ઈતિ. છવ સર્વમલને જાણીને હું ર્તા છું, હું દ્રષ્ટા છું, એવી રીતે મેહ પામે છે. જે - નિર્વિકાર આત્મામાં કોઈ પણ પ્રકારની વિક્રિયા નથી, અને