________________
૨૧૩
શ્રીસ્વાત્મનિરૂપણ. પ્રકાશસ્વભાવ અનિવાર્ય છે તેમ બ્રહ્મનું જીવસ્વભાવપણું પણ અનિવાર્ય થાય. પ૭..
જીવ બ્રહ્મની ઉપાસના આદિ સાધવડે બ્રહ્મસ્વરૂપપણાને પામે છે એમ કોઈ પૂર્વપક્ષી શંકા કરે છે – यद्वदयो रसविद्धं काञ्चनतां याति तद्वदेवासी। जीव: साधनशक्त्या परतां यातीति केचिदिच्छन्ति ॥ ५८ ॥
જેમ રસવડે વીંધાયેલું લેતું સુવર્ણપણાને પામે છે તેમજ આ જીવ સાધનશક્તિવડે પરપણાને પામે છે એમ કે ઈરછે છે.
જેમ પારાવડે અથવા કઈ ઔષધીનો રસ વડે વધેલું ( ઉપાવડે તેમાં ભેળવી દીધેલું ) લોટું સોનાપણાને પામે છે તેમજ આ જીવ બ્રહ્મની ઉપાસના આદિ સાધનના સામર્થ્યવડે બ્રહ્મરૂપપણને પામે છે એમ વેદાંતસિદ્ધાંતના અજ્ઞાનથી કોઈ આશંકા કરે છે. ૫૮.
જીવ સાધનશક્તિ વડે બ્રહ્મપણાને પામે છે એ ઉપર કહેલા મતનું નિરાકરણ કરે છે--
तदिदं भवति न युक्तं गतवति तस्मिश्चिरेण रसवायें । प्रतिपद्यते प्रणाशं हैमो वर्गोऽप्ययःलमारूढः ॥ ५९ ॥
તે આ યુક્ત નથી. લાંબે કાલે તે રસનું સામર્થ્ય દૂર થયે સતે લોઢામાં રહેલ સુવર્ણરૂપપણું વિનાશને પામે છે.
તે આ મત યુક્તિસિદ્ધ નથી. પ્રથમ તો દષ્ટાંત આપ્યું છે તેજ દૂષણવાળું છે. રસના સામર્થ્યવડે સુવર્ણપણાને પામેલું લોઢું લાંબે કાલે પારદની કે. ઔષધીને રસની શક્તિ દૂર થવાથી તે લોઢામાં આવેલું સુવર્ણપપણું વિનાશને પામે છે, ને પુન: તે લેઢાના રૂપને પામે છે. પટ.