________________
શ્રીસ્વાત્મનિરૂપણ.
૨૦૫ કામ્ય અને નિષિદ્ધકર્મથી રહિત, [અને] વિહિત કર્મના અનુષ્ઠાનવડે નિમલ અંત:કરણવાળે પિતાની મેળેજ જ્ઞાનને પામે છે, ]િ ગુરુનું શું પ્રિયજન છે? એમ તારે ન જાણવું.
પુત્રેષ્ટિ આદિ કામ્યકર્મ નહિ કરનારે, તથા સુરાપાન ઇત્યાદિ નિષિદ્ધકર્મ નહિ કરનારો, અને શા પ્રતિપાદન કરેલાં નિત્ય નૈમિત્તિક૩૫ શુભકમના અનુદાનવડે નિમલ અંતઃકરણવાળો અધિકારી પિતાની મેળે જ આત્મસાક્ષાત્કારવાળો થાય છે, તો તેને ગુરુનું શું પ્રયજન છે? એમ તારે ન જાણવું. ૪૨.
કર્મોવડેજ ચિત્તશુદ્ધિદારા જ્ઞાન થાય છે એમ જે ઉપર કહ્યું તેનું નિરાકરણ કરે છે - कर्मभिरेव न बोधः, प्रभवति गुरुणा विना दयानिधिना। आचार्यवान् पुरुयो, वेदेत्यर्थस्य वेदसिद्धत्वात् ॥ ४३॥
“આચાર્યવાળે પુરુષ જાણે છે,” આ અર્થનું વેદસિદ્ધપણું હેવાથી દયાનિધિગુરુવિના કર્મોવડેજ જ્ઞાન ઉત્પન્ન થતું નથી.
શ્રોત્રિય અને બ્રહ્મનિષ્ઠ સદ્ગની જેમને પ્રાપ્તિ થઈ છે એવો પુરુષ બ્રહ્મને યથાર્થ જાણે છે, એમ “કાવાર્થવાન પુરુષો ઘર" આ શ્રુતિમાં કહેલું છે, તેથી આ અર્થનું વેદવડે સિદ્ધપણું છે, માટે દયાના ભંડાર, શ્રોત્રિય ને બ્રહ્મનિષ્ઠ સદ્ગુરુના શરણુવિના એકલાં શાસ્ત્ર વિધાન કરેલાં નિત્યનૈમિત્તિકાદિ કર્મો કરવાથી પુરુષને પિતાના આત્માને સાક્ષાત્કાર થતો નથી. ૪૩. | સર્વ પ્રમાણોના અવિષયરૂપ બ્રહ્મના જ્ઞાનમાં વાણુરૂપ વેદનું કેવી રીતે પ્રમાણપણું છે? એમ શંકા થાય તે તેના ઉત્તરમાં કહે છે –