________________
કમન્દ્રિયાને! અને જ્ઞાનેન્દ્રિયાના જેણે અત્યંત જય કર્યાં છે એવે, અને આત્મભાવના કરવામાં અડગ નિશ્ચયવાળા મુમુક્ષુ વેદાંતશાસ્ત્રમાં કહેલા એક અને દેશાદિ ત્રણ પ્રકારના પરિચ્છેદથી રહિત આત્માની આદરપૂર્વક ભાવના કરે. ૩૮.
એજ અર્થને નીચેના કૈાથી વધારે દૃઢ કરે છે:-- आत्मन्येवाखिलं दृश्यं प्रविलाप्य धिया सुधीः । भावयेदेकमात्मानं, निर्मलाकाशवत्सदा ॥ ३९ ॥ પવિત્ર બુદ્ધિવાળા બુદ્ધિવડે સર્વ સ્યને આત્મામાં વિલીન કરીને નિલ આકાશના જેવા એક આત્માની સવંદા ભાવના કરે.
પવિત્ર અંતઃકરણવાળા મુમુક્ષુ પેાતાની નિર્મલ બુદ્ધિવડે આકાશાદિ સર્વ ભૂતા તથા સર્વ ભાતિકપ્રપંચને પાતાના આત્મામાં અત્યંત લીન કરીને પવિત્ર આકાશજેવા એક આત્માનું સર્વદા ધ્યાન કરે. ૩૯ નાની કેવી રીતે સ્થિત થાય છે તે કહે છેઃ—
* નામસર્વા સર્વે, વિદાય પરમાર્થવિત્ । परिपूर्णचिदानन्दस्वरूपेणावतिष्ठते ॥ ४० ॥
નામ તથા રૂપાદિક સર્વના સારી રીતે ત્યાગ કરીને પરમાર્થને જાણનારા પુરુષ પરિપૂર્ણ, જ્ઞાનસ્વરૂપ અને આનંદસ્વરૂપે સ્થિત થાય છે.
યજ્ઞદત્તાદિ નામા, અમુક પ્રકારનાં રૂપા, બ્રાહ્માદિ વર્ણો, અને બ્રહ્મચર્યાદિ આશ્રમે આ સર્વ દૃશ્યના આધ કરીને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મને જાણનાર નાંની પુસ્ય સર્વવ્યાપક, ચૈતનસ્વરૂપ અને પરમાનંદરૂપે સ્થિતિ કરે છે. ૪૦.