________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને. છેદાઈ જાય છે, ને સર્વ સંચિત કર્મો નાશ પામી જાય છે. ક્રિયમાણકર્મો અને સ્પર્શ કરી શકતાં નથી એમ ચકારવડે દર્શાવ્યું છે. જ્ઞાનીના પ્રારબ્ધકર્મને ફેલભેગવડે નાશ થાય છે એમ સમજવું. ૩૧.
હવે જીવના સ્વરૂપનું નિરૂપણ કરે છે - अवच्छिन्नश्चिदाभासस्तृतीयः स्वप्नकल्पितः। विशेयनिविधो जीवस्तत्राद्यः पारमार्थिकः ॥३२॥
અવચ્છિન્ન, ચિદાભાસ ને ત્રીજો સ્વપ્નકલ્પિત એમ ત્રણ પ્રકારનો જીવ જાણ; તેમાં પ્રથમ પારમાર્થિક જાણ.
સુમશરીરે રેકેલું ચેતન જે પ્રત્યગાત્મા કહેવાય છે તે અવછિન્ન જીવ, જેમ જળમાં સૂર્યનું પ્રતિબિંબ પડે તેમ અંતઃકરણમાં ચેતનનું પ્રતિબિંબ પડે તે ચિદાભાસનામને જીવ, અને હું શરીર છું, હું મનુષ્ય છું, એમ સ્વપ્નને જેવા સ્થૂલશરીરની સાથેના અભેદવડે કલ્પિત જીવ ત્રીજા પ્રકાર છે. આવી રીતે જીવ ત્રણ પ્રકારને છે. તે ત્રણ જેમાં પહેલો અવચ્છિન્ન વ પારમાર્થિક છે. ૩૨.
અવચ્છિન્ન જીવનું પારમાર્થિકપણું કેવી રીતે છે તે કહે છે – अवच्छेदः कल्पितः स्यादवच्छेद्यं तु वास्तवं । तस्मिन् जीवत्वमारोपाब्रह्मत्वं तु स्वभावतः ॥ ३३ ॥
અવછેદ કલ્પિત છે, પણ અવદ પામેલ વાસ્તવિક છે. તેમાં જીવપણું આરોપથી છે, પણ બ્રહ્મપણું સ્વભાવથી છે.
વ્યાપકચેતન૨૫ બ્રહ્મથી આત્માને વિભાગ કરનાર સક્ષ્મશરીર તો કલ્પિત છે, પણ જેને વિભાગ થાય છે તે બ્રહ્મથી અભિન્ન આત્મા તે સત્ય છે. આરોપથી બ્રહ્મમાં જીવપણું કહેવાય છે, પણ તેનું બ્રહ્મપણું તે સ્વભાવથી છે. ઘટરૂપ ઉપાધિથી ઘટાકાશ, મહાકાશથી ભિન્ન હોય એવું દેખાય છે, પણ વસ્તુતાએ તે મહાકાશથી