________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રને.
www
vvvvvvvvv
- જેના આનંદના લેશેવડે વિશ્વ સારી રીતે આનંદવાળું . થાય છે, જેના પ્રકાશના સદ્દભાવવડે તે સર્વ પ્રતીત થાય છે, ને જેને સાક્ષાત્કાર થયે સતે અન્ય સર્વ ત્યજવાયેગ્ય જણાય છે, તે નિત્ય પર બ્રહ્મ હુંજ છું.
જે આનંદમહોદધિના કવડે આ સમગ્ર જગત સારી રીતે આનંદાનુભવ કરે છે, અને જેના ચેતનસ્વભાવના સદ્દભાવવડે તે સત્ર જરાત પ્રતીત થાય છે, અજ્ઞાન ને તેના કાર્યરૂપ આ સર્વ જગતની સત્તા ને પ્રતીતિ જેની સત્તા ને પ્રતીતિવડે છે, તથા જેને દર સાક્ષાત્કાર થયે સતે તેનાથી ભિન્ન સર્વ—માયા ને માયાનાં કાર્યો–અસત જણવાથી ત્યજવાયોગ્ય જણાય છે, તે ત્રિકાલાબાંધ્ય પર બ્રહ્મ હુંજ છું. ૬.
વળી બ્રહ્મના અન્ય સ્વભાવ કહીને તેજ મારું સ્વરૂપ છે એમ કહે છે –
अनन्तं विभुं सर्वयोनिं निरीहं, शिवं संगहीनं यदोंकारगम्यम् । निराकारमत्युज्ज्वलं मृत्युहीनं, परं ब्रह्म नित्यं तदेवाहमस्मि ॥ ७ ॥
જે અનંત, વ્યાપક, સર્વની ઉત્પત્તિના હેતુરૂપ, ઈચ્છા રહિત, કલ્યાણસ્વરૂપ, સંગરહિત, ઓંકારવડે જાણવાગ્ય, નિરાકાર, અતિ ઉજજવલ ને વિનાશરહિત નિત્ય પર બ્રહ્મ છે તે હુંજ છું.
જે નિત્ય પર બ્રહ્મ દેશ, કાલ ને વસ્તુના પરિચ્છેદથી રહિત, વ્યાપક વા પિતાના મિથ્યાસ્વભાવથી નાનાપ્રકારે ભાસનાર, સર્વ પ્રાણીઓ ને પદાર્થોના વિવપાદાનકારણરૂપ, કોઈ પણ પ્રકારની ઇચ્છાથી અત્યંતરહિત, સર્વદા કલ્યાણુસ્વરૂપ, સર્વ પ્રકારના સંગથી અત્યંતરહિત, કારના