________________
શ્રીશ'કરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
અહંકાર અને ચિદ્વાભાસની વિદ્યમાન દશામાં તેમના સહેજ એકપણાની નિવૃત્તિ થતી નથી. કર્મના ક્ષયથી તે જ્ઞાનથી ક્રમથી બંને નિવૃત્ત થાય છે.
જેમ ઊઘાડા જલપાત્રમાં આકાશમાં રહેલા સૂર્યનું પ્રતિબિંબ તે જલપાત્રની સ્થિતિસુધી પડે છે, તે જલપાત્રની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા પ્રતિબિંબની પણ નિવૃત્તિ થાય છે, તેમ અહંકારના સદ્દભાવ હોય ત્યાંસુધી તેમાં ચેતનનું પ્રતિબિંબ પડે છે, તે અહંકારની નિવૃત્તિ થયે તેમાં પ્રતીત થતા ચેતનના પ્રતિબિંબની નિવૃત્તિ થાય છે, અર્થાત્ ચિદાભાસમાં અહંકારના ભ્રમની નિવૃત્તિ અહંકારની નિવૃત્તિથી થાય છે. દેહના આરંભ કરનારાં કર્મના ક્ષય થવાથી શરીરની સાથેના અહંકારભ્રમની નિવૃત્તિ થાય છે, તે જ્ઞાન થવાથી સાક્ષીની સાથેના અહંકારભ્રમની નિવૃત્તિ થાય છે. ૯.
} }
આત્મામાં ત્રણ અવસ્થાની પ્રતીતિ તથા તેનું સંસારીપણું અહંકારના અભ્યાસે કરેલું છે એમ પ્રતિપાદન કરવાના આરંભ કરે છે.
अहंकारलये सुप्तौ भवेद्देहोऽप्यचेतनः ।
अहंकृतिविकारोत्थः स्वप्नः सर्वस्तु जागरः ॥ १० ॥ સુષુપ્તિમાં અહંકારના લય થવાથી શરીર જડજેવુ થાય છે. કિંચિત્ અહંકારના કાર્યથી ઉપજેલું સ્વપ્ન છે, સર્વે અહંકારના કાર્યથી થયેલી જાપ્રદવસ્થા છે,
મૈં
પ્રાણીઓના અંત:કરણની સુષુપ્તિ અવસ્થામાં અહંકારના તેના ઉપાદાનકારણ અજ્ઞાનમાં લય થવાથી પ્રાણીઓનાં શરીરા ધટાદિ જડ પદાર્થના જેવાં પ્રતીત થાય છે. એ અહંકાર કર્ણિક જાગ્રત થાય છે, ત્યારે પ્રાણીને સ્વપ્નાવસ્થાના અનુભવ થાય છે, અને જ્યારે એ