________________
७०
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રત્નો. આ સંસારનું કારણ છે. ૧૫.
હવે સંસારમાં ભ્રમણ કરનારા જીવનું સ્વરૂપ કહે છેसाक्षिणः पुरतो भाति लिङ्ग देहेन संयुतः । चितिच्छायासमावेशाजीवः स्याद्व्यावहारिकः॥ १६॥
સાક્ષીની આગળ સ્થલશરીરસહિત જે સૂક્ષ્મ શરીર પ્રતીત થાય છે તે ચેતનના આભાસના પ્રવેશથી વ્યાવહારિક જીવ છે.
| સર્વની અતર રહેલા અંતરાત્માની આગળ અંતરાયરહિત સ્થૂલશરીરસહિત જે અંતઃકરણ તથા પ્રાણદિવાળું સૂક્ષ્મ શરીર પ્રતીત થાય છે તે સૂક્ષ્મશરીર ચેતનના આભાસના પ્રવેશથી પિતાને ર્તા, ભક્તા, ખુષ્ય, કાણો તથા બહેરા માનનાર–એવા વ્યવહાર કરનાર-જીવ છે.]૧૬.
અનાત્મામાં અધ્યાસવાળા ચિદાત્માના જીવપણાને કહે છે – अस्य जीवत्वमारोपात्साक्षिण्यपि च भासते । आवृतौ तु विनष्टायां भेदजातं प्रयाति तत् ॥१७॥
આના જીવપણાના આરેપથી સાક્ષીમાં પણ જીવપણું ભાસે છે, પણ આવરણ વિનાશ પામવાથી તે ભેદસમૂહ બાધ પામે છે. - પૂર્વોક્ત લિંગશરીરના જીવપણુના અધ્યાસથી સંઘાતથી વિલક્ષણ સાક્ષી પણ સ્થૂલસૂક્ષ્મશરીરરૂપ સંઘાતની સાથેના એકપણાની ભ્રાંતિથી સંસારીજ-જીવન-પ્રતીત થાય છે. એવી રીતે આત્મસ્વરૂપના અજ્ઞાનથી આત્માને બંધન છે. આત્મસ્વરૂપનું અજ્ઞાન નિવૃત્ત થયે લિંગશરીર, જીવ ને સાક્ષી એવા ભેદો બાધ પામે છે તે ભેદ મિથ્યા છે એ દૃઢ નિશ્ચય થાય છે, –માત્ર એક સાક્ષી વા ચિદાત્માજ અવશેષ રહે છે. ૧૭.
એવી રીતે આવરણશક્તિપ્રધાન અજ્ઞાનને લીધે આત્માનું સંસા