________________
* *
*
*
*
*
*
*
*
*
*
* * * *
*
*
*
,
,
,
, ,
,
, ,
શ્રી શંકરાચાર્યનાં અષ્ટાદશ રને. આ નામરૂપક્રિયાવાળું સર્વ જગત મને કલ્પેલું હોવાથી મનથી ભિન્ન નથી, પણ મનરૂપજ છે. તે મન બ્રહ્મના અજ્ઞાનવડે પ્રતીત થનારું હેવાથી અજ્ઞાનમાંથી ઉપજેલું છે, તેથી તે અજ્ઞાનથી ભિન્ન નથી, પણ અજ્ઞાનરૂપજ છે. અજ્ઞાન, ભ્રાંતિ, અવિદ્યા ને માયા એ પયોય છે એમ સતશાસ્ત્ર ને વિદ્વાને કહે છે. તે અજ્ઞાનથી ૫ર જે બ્રહ્મ છે તે બ્રહ્મના અનુભવને વિદ્વાને પરમ પદ કહે છે. વેદાંતસિદ્ધાંતમાં સત્યાદિ લેકને પરમ પદ કહેતા નથી, પણ બ્રહ્મને જ પરમ પદ કહે છે. ૩૯.
હવે માયા, ઈશ્વર ને બ્રહ્મના સ્વરૂપનું નિરૂપણ કરે છે – ' अज्ञानं चान्यथा शानं मायामेतां वदन्ति ते । ईश्वरं मायिनं विद्यान्मायातीतं निरंजनम् ॥ ४० ॥
અન્ય પ્રકારનું જ્ઞાન જ અજ્ઞાન. તેઓ આને માયા કહે છે. માયાના સ્વામીને ઈશ્વર જાણવા. માયાતીત નિરંજન છે.
બ્રહ્મ જે એક પ્રકારની–નામ, રૂપ ને ક્રિયાથી રહિત-વસ્તુ છે તેમાં તેનાથી વિલક્ષણ અન્ય પ્રકારનું એટલે નામ, રૂપ ને કિયાવાળા જગતનું જ્ઞાન તેજ અજ્ઞાન વા અવિદ્યા કહેવાય છે. એ અજ્ઞાન અભાવરૂપ નથી, પણ જ્ઞાનવડે નિવૃત્ત થવાને ગ્ય ભાવરૂપ છે, આ અજ્ઞાન વા અવિદ્યાને વેદાંતને પાર પામેલા પંડિતો માયા એવું નામ આપે છે, એ માયાના નિયામકને વિવેકીએ ઈશ્વર જાણવા, ને એ માયાથી જે પર છે, અર્થાત એ માયાને જેની સાથે ત્રણ કાળમાં લેશ પણ સંબંધ નથી તેને નિરંજન એટલે બ્રહ્મ જાણવું. ૪૦.
* ઉપર કહેલી માયાની નિવૃત્તિ બ્રહ્મના જ્ઞાનવડે થાય છે એમ ઉપદેશ કરે છે -