________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ના.
એકાગ્ર અંત:કરણવડે અંતઃકરણના અધિષ્ઠાનરૂપ આત્માના સાક્ષાત્કાર. કરીને તેને તે પરમાનંદવડે પરિતૃપ્ત કરવું તે પણ તર્પણુ છે. આ તપવડે આત્મા તે પ્રકાશે છે. ઇંદ્રિયાને તથા અંત:કરણને બહારના વિષયાના સેવનથી કદીપણું તૃપ્તિ થતી નથી, પણ આત્માના આનંદને સેવનથી અતુલન થવાથીજ તેમને તૃપ્તિ થાય છે માટે મુમુક્ષુ યાગીને આ તર્પણુ કર્તવ્ય છે. ૧૧.
·
હવે આવા યેગીના અગ્નિહેાત્રનું નિરૂપણ કરે છેઃआत्मनि स्वप्रकाशेऽग्नौ चित्तमेकाहुतिं क्षिपेत् । अग्निहोत्री स विज्ञेय इतरे नामधारकाः ॥ १२ ॥ સ્વયંપ્રકાશ આત્મરૂપ અગ્નિમાં જે ચિત્તરૂપ એક આડુંતિને હામે તે અગ્નિહેાત્રી જાણવા, ખીજા નામધારક છે.
નિરંતર જ્ઞાનસ્વભાવવાળા આત્મરૂપ અલૈાકિક અગ્નિમાં જે યેગી, આ સર્વાં દૃશ્યને કલ્પી તેમાં રાગદ્વેષ કરી જીવને બહુ દુ:ખી કરે છે તે ચિત્તરૂપ એક અલૈાકિક આહુતિને હામે છે,—આત્મામાં તેના ખાધ કરે છે, તેજ યાગી વાસ્તવિક અગ્નિહેાત્રી છે, ખીજા લાફિક અગ્નિઢાત્રવાળા તા માત્ર અગ્નિહેાત્રી એવું નામ ધારણ કરનારા છે. ૧૨. આયેગીના દેવદેવાલયને તથા તેમના દેવપૂજનને કહે છે:~ देहो देवालयं प्रोक्तो देही देवो निरंजनः । अर्चितः सर्वभावेन स्वानुभूत्या विराजते ॥ १३ ॥ શરીરને દેવળ કહ્યું છે, ને આત્માને નિરંજન દેવ કહ્યા છે. તે દેવ સ`ભાવવડે પૂજાયા છતા સ્વાનુભવવડે વિરાજે છે. પાંચ ભૂતાના કાર્યરૂપ આ લૢશરીરને શાસ્ત્રમાં દેવમંદિર કહ્યું છે, .અને તેમાં રહેલા આત્માને સત્શાસ્ત્રમાં અવિદ્યાની મલિનતાથી રહિત સ્વયંપ્રકાશ દેવ કહેલા છે. તે અવિદ્યારહિત દેવ યાગીઆવડે સર્વે ભાવથી