________________
...
vvvvv
શ્રીસદાચારસ્તોત્ર. ચિત રૂપ આત્માના સ્વપ્રકાશસ્વરૂપપણાથી અને સિ પણથી વૃત્તિ વ્યાપણુંજ હે, ફલવ્યાપ્તિ કેમ હોઈ શકે?
ચૈતન્ય, જ્ઞાન ને પ્રકાશ એ પર્યાય એટલે એક અર્થના વાચક છે. જ્ઞાનસ્વભાવવાળો આત્મા સ્વયંપ્રકાશ છે. દઢિયે ને અંતઃકરણના જ્ઞાનને વિષય થયા વિના હું છું એમ પ્રત્યક્ષ અનુભવાય છે, ને તેના જ્ઞાનસ્વભાવનું સંક્રમણ થવાથી જ અંતઃકરણ તથા જ્ઞાનેંદ્રિયો અન્ય પદાર્થને જાણુવામાં સમર્થ થાય છે. આવી રીતે આમા કાઈના જ્ઞાનને વિષય થયા વિના પિતાના સદ્દભાવને સ્પષ્ટ જણાવે છે, માટે તે સ્વયંપ્રકાશ કહેવાય છે. વળી તે સર્વદા સ્વતઃસિદ્ધ છે. સૂર્યાદિ સ્વયંપ્રકાશ ગણુતા પદાર્થોની પેઠે તે ઉત્પન્ન થયેલ નથી. ચેતનરૂ૫ આત્મા સ્વયંપ્રકાશ તથા સિદ્ધ હેવાથી તેના ઉપર જે અજ્ઞાનની આવરણનામની શક્તિ છે તેને દર કરવા માત્ર વૃત્તિ વ્યાપ્તિનીજ અગત્ય છે. વેદાંતના સંસ્કારવાળી, પવિત્ર ને એકાગ્ર અંતઃકરણની વૃત્તિ હદયાદિભણી પાછી વળીને આત્માની ઉપર રહેલા આવરણને દૂર કરે છે, તેથી સ્વયંપ્રકાશ ને નિત્યસિદ્ધ આત્માનું પિતાની મેળે ભાન થાય છે. વૃત્તિના અગ્રભાગમાં ચિદાભાસ છે, પણ તેની સાહાયની ત્યાં અગત્ય પડતી નથી. જેમ અંધકારમાં પડેલા પદાઈને જોવામાટે નિર્દોષ નેત્ર ને દીપક બનેની અપેક્ષા રહે છે, પણ વાદળાવિનાના બપોરના સૂર્યને જોવામાં માત્ર નિદોષ નેત્રની જ અપેક્ષા રહે. છે, દીવાની અપેક્ષા રહેતી નથી, દીવો સાથે હેય તે પણ તે નકામે થઈ જાય છે, તેમ જડ પદાર્થના જ્ઞાનમાં વૃત્તિ ને ચિદાભાસ બંનેની અપેક્ષા રહે છે, પણ સ્વયંપ્રકાશ આત્માના જ્ઞાનમાં માત્ર યોગ્ય વૃત્તિનીજ અપેક્ષા રહે છે, ચિદાભાસની અપેક્ષા રહેતી નથી. ચિદાભાસ વૃત્તિમાં હોય છે તે પણ તે ત્યાં નકામે થઈ જાય છે. અંતઃકરણની વૃત્તિ પદાની ઉપરના આવરણને ભંગ કરે તેને વૃત્તિવ્યાપ્તિ ને ચિદાભાસ પદા