________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદેશ રત્ના
आत्मानात्मविवेकेन ज्ञानं भवति निर्मलम् ।
गुरुणा बोधितः शिष्यः शब्दब्रह्मातिवर्तते ॥ २० ॥ આત્મા ને અનાત્માના વિવેકવડે પવિત્ર જ્ઞાન થાય છે. ગુરુએ ઉપદેશ કરેલા શિષ્ય વેદનું ઉલ્લંઘન કરી જાય છે. જય તથા ચેતનને તેનાં લક્ષણેાવડે ભિન્ન ભિન્ન જાણુવાયા - જડને અસત્ તથા દુઃખરૂપ જાણવાથી અને ચેતનને સત્ તથા પરમાનંદરૂપ જાણવાથી—મેાક્ષસાધકને સર્વ પ્રકારના દોષથી રહિત બ્રહ્મજ્ઞાન થાય છે. શ્રીસદ્ગુરુએ જેને ઉપદેશ કરેલેા છે એવા સાધનસંપન્ન શિષ્ય કર્મ ને ઉપાસનાનું નિરૂપણુ કરનારા વેદમાગનું ઉલ્લંધન કરીને ઉપનિષદાએ પ્રતિપાદન કરેલા બ્રહ્મસ્વરૂપને અભેદભાવે પામે છે. ૨૦. હવે કાઇ સદ્ગુરુ પાતાના સાધનસંપન્ન શિષ્યને આત્મસ્વરૂપના ઉપદેશ કરે છે.~~~
૨૪
न त्वं देहो नेन्द्रियाणि न प्राणो न मनो न धीः । विकारित्वाद्विनाशित्वाद् दृश्यत्वाच्च घटो यथा ॥ २१ ॥ જેમ વિકારીપણાથી, વિનાશીપણાથી ને દશ્યપણાથી ઘડા તું નથી, તેમ તું શરીર નથી, ઇંદ્રિયા નથી, પ્રાણ નથી, મન નથી, ને બુદ્ધિ નથી.
જેમ ઉત્પત્તિની પહેલાં હેાવું, ઉત્પન્ન થવું, વધવું, ભિન્ન ભિન્ન પરિણામને પામવું, ઘટવા માંડવું, ને નાશ પામવું આ છ ભાવિકારે ધડામાં રહેલા હેાવાથી, તથા ધડે। દશ્ય હોવાથી તે ઘડાતું નથી, તેમ તારું સ્થૂલશરીર, શ્રેત્રાદિ ને વાગાદિ ઇંદ્રિય, પ્રાણાદિ પ્રાણેા, સંપ્ વિકલ્પરૂપ ધર્મવાળું મન, તે નિશ્ચયરૂપ ધમવાળી બુદ્ધિ પણ વિકારી, વિનાશી ને દશ્ય હાવાથી તારું વાસ્તવિક સ્વરૂપ નથી, તું તે તે સર્વથી વિલક્ષણુ અર્થાત્ અવિકારી, અવિનાશી ને સ દૃશ્યના દ્રષ્ટા છે. ૨૧.