________________
શ્રીશંકરાચાર્યનાં અષ્ટાદશ રત્ન.
કૃપા રાખવાથી રાગવડે બંધન થાય છે, ને તેમના ઉપર નિર્દયતા રાખવાથી અંતઃકરણ મલિન થાય છે, માટે તે બંનેનો ત્યાગ કરી તેમના ઉપર મધ્યસ્થભાવવાળી સામાન્ય દયા રાખવી. ૪.
નિદિધ્યાસનના પરિપાકવડે પરમતત્વનેં સાક્ષાત્કાર કરી પછી પ્રારબ્ધની સમાપ્તિએ બ્રહ્મરૂપે સ્થિતિ કરવી એમ આ શ્લોકવડે આચાર્યમી બોધ કરે છે –
एकान्ते सुखमास्यतां परतरे चेतः समाधीयतां, पूर्णात्मा सुसमीक्ष्यतां जगदिदं तद्बाधितं दृश्यताम् । प्राकर्म प्रविलाप्यतां चितिबलानाप्युत्तरैः श्लिष्यतां, प्रारब्धं त्विह भुज्यतामथ परब्रह्मात्मना स्थीयताम् ॥ ५॥
એકાંતમાં સુખપૂર્વક બેસવું, માયાથી પરમાં–બ્રહ્મમાંચિત્તને સારી રીતે એકાગ્ર કરવું, પૂર્ણત્માને સારી રીતે સાક્ષાત્કાર કર, તેવડે આ જગને બાધ પામેલું જેવું, ચૈતન્યના સામર્થ્યથી સંચિતકમેને સારી રીતે વિલીન કરવાં, ઉત્તરોની-ક્રિયમાણ કમેની–સાથે પણ ન જોડાવું,
અહિં પ્રારબ્ધને ભેગવવું, ને પછી પરબ્રહ્મરૂપે સ્થિતિ કરવી. - સ્થાનની, મનની ને શરીરની કેવી સ્થિતિ નિદિધ્યાસનમાં ઉપયોગી છે તે પ્રથમ જણાવે છે.
સ્ત્રીઓ, દુર્જનો તથા હિંસક ને પીડા કરનારાં પ્રાણીઓથી રહિત અને શરીરને રોગ ઉત્પન્ન ન કરે એવા પવિત્ર, મનુષ્યોવિનાના ને રમણીય સ્થાનમાં મનને પ્રસન્ન રાખી શરીરને અનુકૂલ આવે એવા આસને કંબલાદિના- આસન પર બેસવું. માયાનાં આકાશાદિ કાર્યોથી માયા પર એટલે સૂક્ષ્મ ને વ્યાપક છે. તેનાથી બ્રહ્મ પરતર એટલે વધારે પર છે, માટે બ્રહ્મને