________________
શ્રી સાધનપંચકસ્તગ.
૧૧
પરતર કહ્યું છે. એવા પરતરમાં-બ્રહ્મમાં–તેનો સાક્ષાત્કાર કરવામાટે પિતાના પવિત્ર ચિત્તને સારી રીતે એકાગ્ર કરવું. ચપલ ચિત્તથી સૂક્ષ્મતમ બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ શકવાને સંભવ ન હોવાથી ચિત્તને સારી રીતે એકાગ્ર કરવાનું કહ્યું છે.દેશાદિના પરિચ્છેદવિનાના બ્રહ્મથી અભિન્ન પિતાના આત્માને પૂર્વોકત નિદિધ્યાસનના પરિપાકવડે આત્માની ઉપરના આવરણનો ભંગ કરી સંશયવિપર્યયરહિત અનુભવ કરવો. જેમ ચકમકપર ગજવેલનું કયું પછાડવાથી ચકમકમાંથી અગ્નિના તણખા ઊડે છે, તેમને કઈ તણખો કફમાં લાગી તે સળગે છે, તેમ આવરણુર્ભાગમાટે નિદિધ્યાસન–બ્રહધ્યાન-કરતી મનોવૃત્તિ તે અભ્યાસનો પરિપાક થયે આવરણનો ભંગ કરી સ્વયંપ્રકાશ બ્રહ્મનો અનુભવ કરે છે. જેમ માણસ કઈ કઠણ વિષયને નિર્ણય કરે છે, વા કઈ કઠણ પ્રશ્નને યથાર્થ નિર્ણય કરે છે, તેમ સદ્ય ને સત્શાસ્સે ઉપદેશ કરેલા બ્રહ્મના સ્વરૂપને તે જાણે છે. બ્રહ્માકારવૃત્તિ દૂર થયે પુનઃ જગતની પ્રતીતિ થવા માંડે ત્યારે આગળ અનુભવેલા ત્રણે કાલમાં એકરૂપે રહેનારા બ્રહ્મમાં આ જગત્ વર્તમાનકાલમાં વાસનાના બલથી માત્ર પ્રતીત થાય છે, પણ તે સત્ય નથી, સત્ય તે માત્ર બ્રહ્મજ છે, આમ બ્રહ્મના સત્યપણાના દઢ નિશ્ચયવડે પ્રતીત થતા આ જગતના અપરોક્ષમિથાપણુને નિશ્ચય કરીને જોવું. જેમ સુર્યનાં કિરણોમાં પ્રતીત થતું મૃગજલ મિથ્યા છે, તેમ બ્રહ્મમાં પ્રતીત થતું આ જગત મિથ્યા છે, એવો અડગ નિશ્ચય રાખવો. મનોરાજ્ય ને સ્વનિનું જગત જેમ મિથ્યા છે, તેમ આ જાગ્રતનું જગત પણ મિયા છે એમ સુદઢ સમજવું. સર્વ પ્રકારના સંગથી અત્યંત રહિત આત્મસ્વરૂપના અનુભવના બતથી સંચિતકર્મોનો–આ જન્મમાં ફલ નહિ આપનારા અંતઃકરણમાં રહેલા અપક્વ સંસ્કારનો –અત્યંત વિનાશ કર, ને પૂર્વોક્ત આત્મસ્વરૂપના અનુભવના બલથી