Book Title: Prabhu Bhaktina Pagthare Asht Prakari Pujano Ras
Author(s): Divyakirnashreeji, Divyadarshanashreeji, Drudhshaktishreeji
Publisher: Drudhshaktishreeji MS
View full book text
________________
| શ્રી અષ્ટપ્રકારી પૂજાનો રાસ SS
વિજયચંદ્ર રાજર્ષિને કેવલજ્ઞાન” ભાવાર્થ : વિજયચંદ્ર રાજર્ષિ સૂત્ર - અર્થ - તત્ત્વની વિચારણા કરતા, સાથે પોતાના ત, આત્માને શીખ આપતા કહી રહ્યા છે કે, હે ભોળા પ્રાણી ! આત્મા પર કબ્દો કરી બેઠેલા અંતર શત્રુને તું વશ કરજે. આર્ત-રૌદ્ર ધ્યાનને ત્યજીને ધર્મધ્યાનમાં તું મગ્ન બનજે. (૧)
જેની આદિ નથી એવા અનાદિ ભવમાં ભમતાં જીવને પરમાત્મ ભાષિત પ્રવ્રયા પામવી દુષ્કર છે. એ પ્રમાણે વિજયચંદ્ર રાજર્ષિ વૈરાગ્યને પ્રાપ્ત કરીને પોતાના આત્માને શિક્ષા આપી રહ્યા છે. વૈરાગ્યને પુષ્ટ કરી રહ્યા છે. (૨)
સદ્ગુરુની પાસે ભવજલનિધિમાંથી પાર ઉતરવા પ્રવહણ સમાન ભવનિતારણી પ્રવ્રયા લઈને પંચ મહાવ્રત શુદ્ધિપૂર્વક પાળે છે.
પાંચ મહાવ્રતને શુદ્ધિપૂર્વક પાળવા થકી સર્વ દૂષણોને ટાળે છે અને પોતાના આત્માને અજવાળે છે. (૩)
આત્મા રાજા છે અને કર્મ ગુલામ છે. પણ કર્મ સત્તાએ એવું જોર જમાવ્યું છે કે રાજા સમાન આત્મા પર ગુલામ એવી કર્મસત્તા રાજ્ય કરી રહી છે. તેવાં આઠ કર્મો છે અને તેમાં મોહનીયકર્મ કે જેની સિત્તેર કોડાકોડી સાગરોપમની સ્થિતિ છે. તે આઠે કર્મમાં મહા ની શૂરવીર એવો સરસેનાધિપતિ બન્યો છે અને પોતાનું સામ્રાજ્ય ફેલાવી રહ્યો છે. પોતાના
હાથ નીચે બીજા આઠ મા છે તેને પણ ધંધે લગાડી ધર્મ સત્ત્વ સાથે દ્વેષ ધારણ કરાવે છે સી અને ધર્મ કરવા ઈચ્છતા પ્રાણીને અધવચ્ચે રસ્તામાં જ રાખે છે આગળ વધવા દેતો નથી. (૪)
વળી આઠ કર્મમાં અધિકારી સૌથી મોટો મહા સુભટ મોહનીય કર્મ છે. સિત્તેર કોડાકોડી સાગરોપમ પ્રમાણની તેની સ્થિતિ છે. આ મોહનીય કર્મ જ સર્વ પ્રાણીઓને માર ખવડાવી રહ્યો છે. (૫)
મોહનીય કર્મે તો સ્વર્ગ-મૃત્યુ અને પાતાલ બધે જ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું છે. | કોઈનો પીછો તે છોડતો નથી. એની શૂરવીરતા એટલી છે કે તે ધારે તો ચારિત્રવંત | આત્માને પણ ચૂકાવી દે પણ ચારિત્રવંત આત્મા એવી શૂરવીરતા ધારણ કરે છે કે તે ચારિત્રવંત મહાત્માઓ મનથી પણ ચૂકતા નથી. (૬)
વળી ક્રોધાદિ કષાય આદિ કહુઆ આત્મા કેરા શત્રુ બન્યા છે અને તે શત્રુએ પ્રત્યક્ષ ની પણ પ્રાણીઓને વશ કર્યા છે. જેના કારણે જીવ ચાર ગતિમાં ફેરા ફર્યા કરે છે. (૭)
આ શત્રુએ તો એવી શાહુકારી બતાવી છે કે શત્રુ હોવા છતા મન સાથે મિત્રતા S; રાખીને મળે છે પણ તે આત્મન્ ! તે કટ્ટર દુશ્મન છે તેને ઓળખજે ! અને જો તું
ઉત્તમગતિને ઈચ્છે છે તો તેની સંગતિ છોડી દેજે. (૮)