________________
પવિત્રતાને પથે હૃદયમાં સ્વાભાવિક રીતે ક્રોધ, વૈર અને ધિક્કારના વિચારે પ્રગટે છે, તેથી તેવા પશુનું માંસ ખાનાર પણ ક્રોધી, ચીડીઓ અને અશાન્ત બને છે. માંસ ખાનારને દારુ પીવાની જરૂર પડે છે, એટલે એક અનર્થ બીજા અનર્થનું કારણ બને છે. માંસ બીજા સામાન્ય અનાજો કરતાં મેંઘું પડે છે. પશુઓને વધ થવાથી દૂધ, દહીં, ઘી, માખણ વગેરે મોંઘાં મળે છે અને ખેતીને પણ પુષ્કળ નુકસાન થાય છે, પણ આ બધાં કારણે કરતાં સૌથી મોટું કારણ તો એ જ છે કે પશુઓને આપણા જેવી જ લાગણી હોય છે. આપણે મનની બાબતમાં વિશેષ આગળ વધ્યા હોઈશું, પણ તેમની સુખદુઃખની લાગણીઓ લગભગ આપણા જેવી જ હોય છે માટે તેવા લાગણીવાળા જીવને મારી, પોતાના બાહ્યસ્વાદની તૃપ્તિ કરવી એ ખરેખર અનર્થ અને મહાહિંસક કામ છે, માટે અહિંસક બનવા ઈચ્છનારે માંસને તથા માંસવડે બનાવેલી વસ્તુઓને જરૂર ત્યાગ કરવો જોઈએ.
યજ્ઞનિમિતે પશુઓને જે વધ કરવામાં આવે છે, તે પણ મોટામાં મોટી હિંસા છે. જે દેવી જગદમ્બા-જગતની માતા કહેવાય છે તે કદાપિ પોતાના બાળકના રુધિરથી પ્રસન્ન થાય જ નહિ, અને જે પિતાના નિર્દોષ અને નિરપરાધી પશુરૂપ બાળકના વધથી સંતુષ્ટ થાય તે દેવી માતાના નામને પાત્ર જ શી રીતે થઈ શકે ? મનુષ્ય દેવીનેદિવ્ય શક્તિઓને પ્રસન્ન કરવા પોતાની અંદર રહેલી પાશવ વૃત્તિઓને–જેવી કે ક્રોધ, મોહ, લોભ, મત્સર, પરનિંદા, દ્વેષ વગેરેને–ભેગ આપ જોઈએ. એક સ્થળે કહ્યું છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com