________________
માનવિરમણ
૫૭
આ વિષય પૂર્ણ કરતાં એક બાબત ખાસ વિચારવા જેવી છે. મનુષ્યે ખાટા અભિમાનના ત્યાગ કરવા, પણ જેને સ્વમાન ( self-respect ) કહે છે તે તા સાચવવું; કારણ કે સ્વમાનવાળા પુરુષા ઘણાં ખેાટાં કામા કરતાં અટકે છે. તેએ પેાતાના સ્વમાનને લીધે જ કેટલાંક હલકાં કામેા કરવાના વિચાર સરખા પણુ કરતા નથી, માટે આવું સ્વમાન એ પ્રશસ્ત માન છે. જો કે છેવટની સ્થિતિમાં તે પણ પ્રશસ્ત ક્રોધની માફક ત્યાજ્ય છે, પણ શરૂઆતમાં તે ઘણા જીવાને સીધે માગે દારવાના કારણભૂત બને છે. આ સંબંધમાં જ્ઞાના વમાં કહ્યું છે કે:
गुणरिक्तेन किं तेन, मानेनार्थः प्रसिद्ध्यति । तन्मन्ये मानिनां मानं, यलोकद्वयशुद्धिदम् ||
જ્યાં ગુણુ નથી ત્યાં એવા ખાલી માનથી થ્રુ અસિદ્ધિ થવાની હતી ? પશુ જે માનથી આ àાક તથા પરલેાકમાં શુદ્ધિ મળે, તે માન ખરું માન કહેવાય. આ માન તે સ્વમાન છે. પાતાના આત્માની શક્તિઓનુ ભાન થવાથી આ માન પ્રકટે છે અને તે મનુષ્યને સખળ છે બનાવી ઉન્નતિને માગે લઇ જાય છે. જેને આત્માની અનંત ઋદ્ધિનું ભાન થયું હાય, તે મહારની વસ્તુઓ આવે કે જાય તે પર વિશેષ લક્ષ આપતા નથી. વસ્તુના સદ્ભાવે કુલાઇ જતા નથી; તેમજ વસ્તુના અભાવે દીન બની જતા નથી; કારણ કે આત્મશક્તિ એ વસ્તુએ ઉપર આધાર રાખતી નથી પણ અંદરથી જ પ્રકટ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com