________________
પિશુન્યવિરમણ
વાતાવરણમાં રહીએ, અને જરા પ્રમાદી બનીએ તે આપણને પણ બીજાની નિંદા કરવાનું મન થઈ જાય; કારણ કે તેવા મનુષ્યનું વાતાવરણ ચેપી રોગ જેવું હોય છે, માટે આત્મ અયાસી મનુષ્ય જાતે કોઈની ચાડીચુગલી કે નિંદા ન કરવી, એટલું જ નહિ પણ જે તેવી વાત કરતો હોય તેની સબત છોડવી. જે આપણામાં શક્તિ હોય અને તેને સુધારવાના ખાસ હેતુથી તેની સાથે છેડે સમય સંબંધમાં આવીએ તો તે જુદી વાત છે, બાકી તો શરૂઆતના અભ્યાસીઓએ તે તેવા મનુષ્યની વાત સાંભળવાથી દૂર રહેવું એ જ શ્રેયસ્કર છે.
જે મનુષ્યને આવી પારકાની ચાડીચુગલી કરવાની ટેવ પડી હોય તેને તે ત્યાગ કરવાને મદદગાર થાય તેવા કેટલાય વિચારો અત્રે આપવામાં આવે છે.
તેવા મનુષ્ય વિચાર કરે કે–આ ટેવ ઘણું ખરાબ છે. તે વાણીનો અસંયમ સૂચવે છે. જે વાત આપણે અમુક મનુષ્યને જાતે કહી ન શકીએ તે તેની પૂંઠ પછવાડે કહેવાને આપણને શો અધિકાર છે?
વળી આ ચાડચુગલી કરવામાં સમય નકામે જાય છે–સમયને દુરુપયેગ થાય છે. લોકોમાં વિશ્વાસ ઘટે છે અને અનેક શત્રુઓ નિષ્કારણે ઊભા થાય છે, તે તેવી વાત કરવાથી લાભ શેર
બીજાએ અમુક ભૂલ કરી હેય–તેનું જીવન સદોષ હેય, તે પણ તેવી વાત બીજા આગળ કહેવાથી શું લાભ થવાનો હતો? દરેક મનુષ્ય પોતાના કર્મને વાસ્તે પોતે જોખમદાર છે. આવો વિચાર કરી તે ટેવને ટાળવી. જે વાત કર્યા વિના ન જ ચાલતું હોય તે જગતમાં અનેક શુભ બાબત છે, તેને સંગ્રહ કરે. વર્તમાનપત્રોમાંથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com