________________
૧૨૬
પવિત્રતાને પથે પરમ કતાર ને પરમ દુભિક્ષ એ બધી ઉપમા મિધ્યાત્વને ઘટે છે. ખરું દુર્ભાગીપણું મિથ્યાત્વીનું જ છે, ખરી દારિદ્રતા તેની જ છે કે જેની પાસે ધર્મરૂપી ધન અંશમાત્ર પણ નથી. પરમ સંકટ સિચ્યાત્વ જ છે કે જે અનાદિકાળનું છે અને તેને ક્યારે અંત આવશે તે કહી શકાતું નથી. પરમ ભયંકર-મહાન અટવી કે જેમાં ભૂલો પડેલે માણસ અટવાઈ અટવાઈને મરી જાય પણ બહાર નીકળી શકે નહીં એવી અટવી તે મિથ્યાત્વ છે. તેમાં ભરાયેલા–ફસી પડેલા પ્રાણુનો અનંત કાળે પણ છૂટકે થતો નથી. ખરેખર મહાન દુષ્કાળ તે મિથ્યાત્વ છે, કારણ કે અન્ય દુષ્કાળ તે પરિમિત કાળના હોય છે અને તેમાં દેહને ભેજન મળતું નથી, પરંતુ આ દુષ્કાળ તે અપરિમિત કાળનો છે ને તેમાં આત્માને સ્વગુણનું ભક્ષ મળતું નથી. આવા સર્વદોષસંપન્ન મિથ્યાત્વને કોઈ પણ ઉપાયે તજવાથી જ ખરું સુખ પામી શકાય તેમ છે તે લક્ષમાં રાખવા યંગ્ય છે.
૧૮ પાપસ્થાનકમાં મૃષાવાદને લગતાં ૬ પાપસ્થાનક
અઢાર પાપસ્થાનકોમાં ૬ પાપસ્થાનકો મૃષાવાદને લગતાં છે. તે છ પાપસ્થાનકેનું શી રીતે મૃષાવાદપણું છે તે સમજવાને વિચાર કરીએ.
૧. પ્રથમ તે મૃષાવાદ એટલે અસત્ય બોલવું. આમાં અસત્ય માત્ર ખોટું બોલવું તેને કહ્યું નથી, પરંતુ જે બેલવાથી અન્ય જીવોને ખેદ થાય કે તેનું અનિષ્ટ થાય તેને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com