________________
મિથ્યાત્વશલ્યવિરમણ
પણ અસત્ય કહ્યું છે. એટલા માટે પચ્ચ, હિત અને મિત એ ત્રણ વિશેષણવાળું સત્ય બોલવાનું શાસ્ત્રકારોએ કહ્યું છે. તે “સત્ય સત્ય જ નથી કે જે બોલવાથી અન્ય જીવને ખેદ થાય” તેથી તેવું વચન બોલવું નહીં.
૨. કલહ–આ બારમું પાપસ્થાનક છે. કલહથી જીવો પિતાપણને ભૂલી જાય છે અને બેલવામાં વિવેક રાખી શકતાં નથી. એટલું જ નહીં પણ પછી સત્યાસત્ય બોલવાને વિવેક પણ સાચવી શકતાં નથી. એટલે આ પાપસ્થાનકનું મૃષાવાદપણું સ્વતઃ સિદ્ધ છે.
૩. અલ્યાખ્યાન–એટલે બીજાને કલંક આપવું તે. સાચી વાત પણ જે અન્યને કલંકરૂપ થાય તેવી હોય અને તે જે પૂરી ખાત્રી કર્યા વિના બેલાય તે તે પણ કલંકરૂપ છે. આ પાપસ્થાનકની ટેવ પડ્યા પછી ખોટું કે સાચું કલંક આપવું તેનો નિયમ રહેતું નથી. તેથી એમાં મૃષાવાદપણું આવી જવાનો અત્યંત સંભવ છે.
૪. પશુન્ય –ચાડી ખાવી તે. કોઈની ગુપ્ત રાખવા જેવી હકીકત કે જે બહાર પડવાથી તેની અપકીર્તિ થાય અને બીજા પ્રકારે પણ હાનિ થાય તે તેના વિરોધીને કહેવી તેનું નામ ચાડી ખાવી કહેવાય છે. આમાં સાચા ખાટાની વિવેક્ષા જ કરવાની નથી. એ ચાડી તે સામા માણસને દુઃખ ઉપજાવવા અથવા હાનિ કરવા માટે જ ખવાતી હેવાથી મૃષાવાદરૂપ જ ગણવાની છે, એટલે એનું મૃષાવાદપણું સિદ્ધ જ છે.
૫. પરપરિવાદ-પારકી નિંદા કરવી તે. આમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
WWW.umaragyanbhandar.com