________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૩
આ કુલ એકવીશ ( ૧૦++૬ ) પ્રકારના મિથ્યાત્વ જે તજે ને ગુરુના ચરણને ભજે તે પ્રાણું પાપથી લેપાય નહીં, અને મિથ્યાત્વ જવાથી મત્સરદ્રોહાદિક અન્ય દેશે પણ તેનાથી દૂર જાય છે. એવા સમક્તિધારી, શ્રુતેલ આચારવડે સદાચારવાળા અને શાસનની ઉન્નતિ કરવાવાળા પ્રાણીઓ ભક્તિ કરવા યોગ્ય છે. તેમની સેવાભક્તિ કરવાથી તેવા ગુણે પિતાને પણ પ્રાપ્ત થાય છે.
હવે કર્તા મિથ્યાત્વને ઉપમા દ્વારા પ્રરૂપે છે. કર્તા કહે છે કે–આ જગતના અન્ય વ્યાધિઓ તે આષધવડે પણ દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તો પરમ રોગ છે. તે જેમ તેમ દૂર થતો નથી. વળી બીજો અંધકાર તે દીપકથી દૂર થાય છે, પરંતુ મિથ્યાત્વ તો પરમ અંધકાર છે તે જેમ તેમ દૂર થતો નથી. અન્ય અંધકારમાં પૈગલિક વસ્તુઓ દેખાતી નથી, પરંતુ આ પરમ અંધકાર તે યુદ્ધ માર્ગ તથા આત્મસ્વરૂપને જણાવા દેતા નથી. મિથ્યાત્વ પરમ શત્રુ છે. સામાન્ય શત્રુ હોય તે બહુ વિનાશ કરે તે સુખનાં સાધનને કે છેવટ એક ભવ આશ્રી પ્રાણુને વિનાશ કરે, પણ આ પરમ શત્રુ તો અનંત જન્મમરણ આપે છે, ને અનંતા ભમાં અનંતી દુઃખની રાશિ પ્રાપ્ત કરાવે છે. પરમ શરૂ તે મિથ્યાત્વ છે, અન્ય શસ્ત્ર તે દેહને વાત કરી શકે છે, પણ આ પરમ શસ તે આત્માને-આત્મગુણને વિઘાત કરે છે. પરમ નરક તે મિથ્યાત્વ છે. રત્નપ્રભાદિ સાત નરકમાં જનારને તે અમુક કાળે છટકો થાય છે, પરંતુ મિથ્યાત્વરૂપ નરકમાં સંચરેલાને તે અનંતકાળે પણ છૂટકે થતું નથી. પરમ દૈ ગ્ય, પરમ દારિદ્ર, પરમ સંકટ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com