________________
૧૨૮
પવિત્રતાને પંથે
પારકા ગુણ ગ્રહણ ન કરતાં એના દેષ જ ગ્રહણ કરવાપણું હોય છે. કેટલીક વખત શ્રેષબુદ્ધિને કારણે ગુણને પણ દોષરૂપે જોવાય છે અને તેને નિંદારૂપે કહેવામાં આવે છે. આવી ટેવ જે મનુષ્યને પડી હોય છે તે બીજાના ગુણ જોઈ શકતો નથી, એટલું જ નહીં પણ સાંભળી પણ શક્તો નથી. તેની પાસે જે કોઈ અન્યના ગુણાનુવાદ કરે તો તે દૂધમાંથી પુરા કાઢવાની જેમ તેમાંથી દોષ શોધી કાઢે છે. કહ્યું છે કે “દોષ નજરથી નિંદા હવે, ગુણ નજરે હોય રાગ.” એટલે ગુણને દોષ જોવામાંશોધવામાં આપણી નજર જ કામ કરે છે. આવી ટેવવાળાને મોટી હાનિ તે એ થાય છે કે એનામાં કોઈ પણ ગુણ ટકી શક્તો નથી. એની દષ્ટિ જ બદલાયેલી રહે છે એટલે આમાં પોતાથી જ પોતાને આત્મા ભારે થાય છે એટલે તેને પ્રગટપણે મૃષાવાદ કહી શકાય તેમ છે.
૬. માયામૃષાવાદ–આમાં તો મૃષાવાદ પ્રગટપણે જ કહેલ છે, પણ તેમાં માયા શબ્દ વધારે છે, તેથી શાસ્ત્રકાર તેને વઘારેલા વિષ જેવું કાતીલ વિષ કહે છે. એને વક્રેલા વાઘના બાળકની અને અવળા પકડેલા શાસ્ત્રની ઉપમા આપી છે કે જેથી આત્માને પારાવાર હાનિ થાય છે.
ઉપર પ્રમાણે છ પાપસ્થાનક મૃષાવાદને લગતાં જ છે. તે સંબંધમાં મુખ્ય તે વાણવ્યાપાર છે; પરંતુ તેનો ઉદ્દભવ અંત:કરણની મલિનતામાંથી થાય છે એટલે તે સર્વથા ત્યાજ્ય છે. એમાં કાયવ્યાપારની ગણતા છે, વાણવ્યાપાર મુખ્ય છે.
- સમાસ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com