________________
૧૨૪
પવિત્રતાને પથે પ્રવૃત્તિ કરનાર બાવા, જેગી, સાધુ, સંન્યાસી વગેરે કુલિંગધારીઓને ગુરુ તરીકે માનવા તે.
૩. લેકિક પર્વગત મિથ્યાત્વ–હળી, બળેવ, નવરાત્રિ વગેરે અનેક મિથ્યાત્વીઓનાં પર્વને પર્વ તરીકે માની તેનું આરાધન કરવું તે.
૪. લેકેનર દેવગત મિથ્યાત્વ–કેસર દેવ વીતરાગ સર્વેદેષવિમુક્ત તેની આ લેકના સુખને માટે, પુત્રાદિની, અનાદિકની, સ્ત્રી વગેરેની પ્રાપ્તિની ઈચ્છાએ ભક્તિ કરવી અથવા માનતા કરવી તે.
૫. કેત્તર ગુરુગત મિથ્યાત્વ-પંચમહાવ્રતધારી, સંસારથી વિરક્ત શુદ્ધ મુનિ મહારાજની આ લેક સંબંધી પૂર્વોક્ત સુખાદિકની પ્રાપ્તિ માટે ભક્તિ કરવી તે અથવા પાસસ્થા, દુરાચારી અને માત્ર યતિવેશધારીને ગુરુ તરીકે માનવા ને તેની ભકિત કરવી તે.
૬. લેકેનર પર્વગત મિથ્યાત્વજ્ઞાન પંચમી, મન એકાદશી, પિસ દશમી, પર્યુષણાદિ પર્વોનું આરાધન અથવા આંબિલ, ઉપવાસાદિ તપ આ લેકના સુખની ઈચ્છાએ તે પર્વાદિકને દિવસે કરવો તે.
આ છ પ્રકારો પૈકી પાછલા ત્રણ પ્રકારના મિથ્યાત્વ ધમી કહેવાતા માણસો-શ્રાવક, શ્રાવિકાઓ પણ સેવે છે, પરંતુ તે પરિણામે બહુ હાનિકારક છે; તેથી ઉત્તમ જીવોએ ઈહલોક સંબંધી પિદુગલિક સુખની વાંછા તજી દઈને માત્ર મોક્ષસુખની ઈચ્છાએ જ શુદ્ધ દેવ, ગુરુનું ને લેકોરર પર્વનું આરાધન કરવું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com