________________
૧૦૦
પવિત્રતાને પંથે તેમજ મહાપુરુષોના ચારિત્રામાંથી વીરતા, ધૈર્ય, કરુણા, દયા, ક્ષમા, ઉદારતા, પ્રેમ અને મૈત્રીભાવનાં દષ્ટાંત અને બનાવો એકત્ર કરે, તે સ્મરણમાં રાખે અને લેકોને જણાવે કે જેથી તમને તથા સાંભળનારાને બનેને ઉત્સાહ અને પ્રેરણાશક્તિ આવશે અને તમારી પશુન્યની ટેવ જતી રહેશે. લોકોની ગુપ્ત વાતે મિત્ર થઈ, સ્નેહી બની સાંભળવી અને પછી તેવી વાતે બીજા આગળ કહેતાં ફરવું એ શું મિત્રદ્રોહ નહિ? એ શું ઓછો વિશ્વાસઘાત છે?
પશુન્યવૃત્તિનો ત્યાગ કરવાને મનુષ્ય હદયથી ઉદાર બનવું જોઈએ. આમ અભ્યાસી મનુષ્ય બીજાઓની નિબંળતા પ્રત્યે ઘણું જ ઉદાર બને છે, અને જે કદાપિ સખ્ત બને તો તે પોતાની નિર્બળતા અને ખામીઓ પ્રત્યે સખ્ત બને છે. આવી રીતે–આવા પ્રકારના વિચાર કરીને મનુષ્ય પશુન્યના અધમ દોષથી મુક્ત થાય છે. પારકાના દેષરૂપી મલિન જળમાં જે આપણે આપણાં વસ્ત્ર ધોઈએ તે તે કેવી રીતે નિર્મળ થાય? માટે ઉદાર વૃત્તિથી દરેક બનાવ, દરેક મનુષ્ય અને દરેક સંસ્થાની શુભ બાજુ જુએ, તેને ટેકે આપ તેથી શુભ વૃદ્ધિ પામશે એટલે અશુભ આપોઆપ ચાલ્યુ જશે.
પૈશુન્યનો–બીજાની ચાડીચુગલી કરવાની ટેવને ત્યાગ કરવાથી મનુષ્યને બેહદ શાંતિ મળે છે. મન વિશેષ નિર્મળ બનતું જાય છે, જ્યારે મને નિંદામાં નથી પરોવાતું ત્યારે કાંઈ શુભ કામમાં રોકાય છે, એટલે સમયને સદુપગ થાય છે, વાણું અને મન ઉપર સંયમ આવતે જાય છે અને હૃદય નિર્મળ થતાં અંતરાત્મા વિશેષ તેજથી ઝળકવા લાગે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com