________________
પરપરિવાદવિરમણ
૧૯
થને ઉપયોગી કામ કરવાના નથી તે મનુષ્ય જ આવાં નિંદાનાં કામમાં રસ લઈ શકે. જે મનુષ્ય ધારે તે– વિચાર કરે તે-ઉપગી કામોની ખેટ નથી. મનુષ્ય પિતાનું શરીર સુધારી શકે, નવરાશના સમયમાં સારાં પુસ્તકો વાંચી શકે, શુભ ભાવનાઓનું ચિંતન કરે, કોઈ માંદા મનુ ષ્યની મુલાકાત લે, કઈ સેવા કરતી સંસ્થાઓ સાથે જોડાઈ તેના હિતાર્થે કામ કરે, પિતાના પુત્રપુત્રીઓ તથા અન્ય કુટુંબીજનોના હિતના સવાલે વિચારે અને તે પ્રમાણે વર્ત. જે મનુષ્ય આવા કોઈ કામમાં પોતાને સમય વ્યતીત કરે, તે તેને પરની નિંદા કરવાને કે ગપ્પાં મારવાને અવકાશ જ મળે નહિ. સમય ઘણે અ૯પ છે અને કાર્ય કરવાનાં ઘણાં છે, માટે સુજ્ઞ મનુષ્ય તે તે અ૫ સમયને સાથી શ્રેષ્ઠ ઉપયોગ કરે છે. તેઓ અનુપયોગી અને ઉપયેગી કામે વચ્ચે પ્રથમ વિવેક કરે છે. અનુપયેગી કામોને ત્યાગ કરી તેઓ ઉપયોગી કામ કરે છે અને આગળ જતાં ઉપયોગી અને વિશેષ ઉપગી કામ વચ્ચે ભેદ પાર વિશેષ ઉપયોગી કામ કરવા પ્રેરાય છે. પિતાનાથી બનતું વિશેષમાં વિશેષ ઉપયેગી કામ કરવાને જે મનુષ્ય પ્રયત્ન કરે, તો તેને નિંદા માટે કે ગપ્પાં માટે કે પારકી કુથલી માટે સમય ક્યાંથી મળી શકે?
નિંદા ત્યાગ કરવાને એક બીજો ઉપાય એ છે કેપારકી નિંદાની વાતો સાંભળવી બંધ કરે. બીજે કંઈ પારકાની નિંદા કરતો હોય તે તે સાંભળવા ના પાડી. આ રીતે નિંદા સાંભળવાને રસ ઓછો થશે, તે પછી નિંદા કરવામાં તો રસ રહેશે જ કયાંથી ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com