________________
૧૧૪
પવિત્રતાને પંથે કે “મિત્ર! ચાલે હવે આપણે તે દાટેલું ધન કાઢી આવીએ.” ત્યાં જઈને જોયું તે ખાડો ખાલી જોવામાં આવ્યું. પાપબુદ્ધિ ઘણે વિલાપ કરવા લાગે અને છેવટે તેણે ધર્મબુદ્ધિ ઉપર આક્ષેપ મૂકતાં કહ્યું: “હે દુષ્ટ ! તેં જ આ કામ કર્યું છે, કારણ કે આપણા બે વિના બીજું કેણ આ વાત જાણતું હતું? ” ધર્મબુદ્ધિ કહે-“ હું કદી એવું કામ કરું નહિ. કઈ પાપીએ તે કામ કર્યું હશે. ” આમ બને વચ્ચે વિવાદ થયે અને વાત રાજસભામાં ગઈ. બન્નેના સાક્ષી વિષે પૂછવામાં આવતાં પાપબુદ્ધિ બેલી ઉઠ્યો કેમારો સાક્ષી દેવતા છે. રાજાએ કહ્યું-પ્રભાતે તેની પરીક્ષા થશે. પાપબુદ્ધિએ રાત્રે પોતાના પિતાને સઘળી હકીકત કહી અને જંગલમાં જઈ વૃક્ષના કોતર(પિલ)માં ભરાઈ બેસવા જણાવ્યું. અને રાજા પૂછે ત્યારે “પાપબુદ્ધિ નિષ્કલંક છે અને ધર્મબુદ્ધિ તસ્કર છે,” એમ કહેવાનું સૂચવ્યું. પ્રભાતે રાજા પ્રધાન વગેરે અમલદારો તથા ધર્મબુદ્ધિ પાપબુદ્ધિ વગેરે લોકો ત્યાં હાજર થયા. સવાલ પૂછતાં પાપબુદ્ધિના પિતાએ ગોઠવેલે જવાબ આપે. લેકો આમતેમ જોવા લાગ્યા પણ કાઈ મનુષ્ય નજરે પડશે નહિ. ધર્મબુદ્ધિએ તરત જ સમયસૂચકતા વાપરી જણાવ્યું કે-“આ કેટરને બાળી નખાવે એટલે દેવ કે મનુષ્ય પ્રત્યક્ષ થાય.” કટર બાળવાની શરૂઆત કરી કે તરતજ પાપબુદ્ધિનો પિતા તે કોટરમાંથી ગભરાતે ગભરાતે બહાર નીકળે. પ્રશ્ન પૂછતાં તેણે સર્વ સત્ય નિવેદન કર્યું. લોકો તથા અમલદાર વર્ગ તેને તથા તેના પુત્રને ધિક્કારવા લાગ્યા. રાજા પાપબુદ્ધિને ભારે શિક્ષા કરવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com