________________
મિથ્યાત્વશલ્યવિરમણ
૧૧૭ તો અસવસ્તુને સવસ્તુ તરીકે માની લે છે. આનું નામ મિથ્યાત્વ અથવા અસત્ય જ્ઞાન. આ મિથ્યાત્વ સદજ્ઞાનથી નાશ પામે છે. સત્ય વસ્તુ જાણતાં મનુષ્ય અસત્યને ત્યાગ કરે છે. મહાવીર પ્રભુ પાસે જે દ્વિ–બ્રાહ્મણે દીક્ષા લઈ ગણધર થયા તે સર્વને જ્ઞાન નહોતું એમ નહિ, જ્ઞાન તો હતું, પણ તેમાં કેટલાક દેષ હતા; તેઓ જ્ઞાનનું સત્ય તત્વ જાણવા આતુર હતા તેથી સત્ય જ્ઞાન મળતાં તેઓએ પતાને અજ્ઞાનવાળે મત છોડી દીધે, માટે મિથ્યાત્વ અથવા અજ્ઞાન દૂર કરવાનો સારો ઉપાય સજ્ઞાન છે. લેકને સજ્ઞાન આપવામાં આવે તો ઘણા છ પેતાની ભૂલ સુધારવા તૈયાર હોય છે.
ઈંગ્લાંડમાં એક એવું વિચારક પક્ષ છે કે જે પોતાને Agnostic કહેવરાવે છે. તેનો અર્થ “અજ્ઞાનવાદી” એ થાય છે. તેઓ કહે છે કે “અમને અમુક બાબતના પુરાવા આપે, એટલે અમે તે વાત માનવાને તૈયાર છીએ.” આવા મનુષ્ય જ્ઞાનના જિજ્ઞાસુ કહેવાય, અને તેમને સજ્ઞાન આપવામાં આવે છે તે પોતાની ભૂલ કયાં છે? તે સમજી તે દૂર કરવા પ્રયત્ન કરે. પરંતુ કેટલાક એવા મનુષ્યો હોય છે કે-જેઓ દુરાગ્રહી હોય છે. તેમને સમજાવવાનું કામ ઘણું કઠણ છે. તેમાં પ્રથમ પકડેલી વાતને કદાપિ મૂકતા નથી. तातस्य कूपोऽयं इति ब्रुवाणाः क्षारं जलं कापुरुषाः पिबन्तिઆ બાપને કૂવે છે, એમ કહી કાયર પુરુષો બીજે મિષ્ટ જળ મળતું હોય છતાં ખારું જળ પીએ છે. તેમનામાં વિવેકશક્તિ હોતી નથી. એ તે સમય જતાં દુઃખ પામીને જ્ઞાન પ્રાપ્ત કરે. દુરાગ્રહીને સુધારવાને બીજો માર્ગ જ નથી. એક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com